Post Office ની આ ધાંસૂ સ્કીમ...ફક્ત 2 વર્ષમાં મળશે 2.32 લાખ રૂપિયા, જાણો ડિટેલ્સ

Post Office Small Saving Scheme: પોસ્ટ ઓફિસ (Post Office) સંચાલિત તમામ યોજનાઓમાં રિક્સ ખૂબ જ ઓછું હોય છે. સાથે ટેક્સ બેનિફિટ્સથી લઇને મંથલી ઇનકમ અને ગેરેન્ટી રિટર્નનો લાભ મળે છે. આવો જાણીએ એવી જ યોજનાઓ વિશે સંપૂર્ણ ડિટેલ્સ...

સરકારી સ્મોલ સેવિંગ સ્કીમ યોજના

1/6
image

કેન્દ્ર સરકાર દેશને આર્થિક સહાયતા આપવા માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવી રહી છે. મહિલાઓથી માંડીને સીનિયર સિટીઝન (Senior Citizen) માટે યોજનાઓ છે. સરકારની મોટાભાગની યોજનાઓ પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા સંચાલિત હોય છે. એવી જ એક યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે, જે ફક્ત 2 વર્ષમાં 2.32 લાખ રૂપિયા અપશે. આ યોજના સ્મોલ સેવિંગ સ્કીમ (Small Saving Scheme) અંતગર્ત આવે છે. 

મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના

2/6
image

પોસ્ટ ઓફિસ (Post Office) ના અંતગર્ત સંચાલિત તમામ યોજનાઓમાં રિક્સ ખૂબ જ ઓછું હોય છે. સાથે ટેક્સ બેનિફિટ્સના લાભથી માંડીને મંથલી ગેરેન્ટેડ ઇનકમ રિર્ટન મળે છે. કેટલીક યોજનાઓ નિવૃતિ માટે હોય છે, જે તમને નિવૃત થતાં આર્થિક મદદની ગેરેન્ટી આપે છે. આજે અમે પોસ્ટ ઓફિસની મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ (Mahila Samman Saving Certificate) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આવો તમને જણાવીએ આ સ્કીમ વિશે... 

શું છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના

3/6
image

મહિલાઓને આર્થિક મદદ આપવા માટે સરકાર દ્વારા મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ (Mahila Samman Saving Certificate) ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં 1000 રૂપિયાથી લઈને 2 લાખ સુધીની રકમનું રોકાણ કરી શકો છો. જમા કરાવેલી અમાઉન્ટ ફક્ત 100ના ગુણાંકમાં જ હોવી જોઇએ. આ યોજના અંતગર્ત બીજું એકાઉન્ટ ખોલાવવાની તારીખમાં 3 મહિનાનું અંતર હોવું જોઇએ. 

કેટલું મળશે વ્યાજ

4/6
image

આ યોજનામાં વાર્ષિક 7.5%ના દરે વ્યાજ આપવામાં આવે છે. જો કે, વ્યાજ ત્રણ-માસિક ધોરણે જમા કરવામાં આવે છે.મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 2 વર્ષનો છે. જો કે, જમા તારીખથી એક વર્ષ પછી બાકીની રકમમાંથી મહત્તમ 40% ઉપાડી શકાય છે. પાકતી મુદત પહેલા માત્ર એક જ વાર આંશિક ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે.

મેચ્યોરિટી પર મળશે 2.32 લાખ રૂપિયા

5/6
image

જો તમે આ સ્કીમમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 7.50 ટકાના દરે 32044 રૂપિયાનું વ્યાજ મળશે. એવામાં બે વર્ષમાં પાકતી મુદત પર કુલ 2,32044 રૂપિયા આપવામાં આવશે.

યોજનાના નિયમો અને શરતો

6/6
image

જો ખાતાધારકોના મૃત્યુ પર નોમિની અથવા પરિવારના સભ્યો આ થાપણો ઉપાડી શકે છે. જીવલેણ બિમારીઓના કિસ્સામાં તબીબી સહાય માટે રકમ ઉપાડી શકાય છે. પૈસા ઉપાડ્યા પછી તમે ખાતું બંધ પણ કરી શકો છો. ખાતું ખોલ્યાના 6 મહિના પછી ખાતું બંધ કરવાની છૂટ છે. આવી સ્થિતિમાં તમને 2 ટકા ઓછા વ્યાજ પર રકમ આપવામાં આવશે.