Viral Video: સાપોની પ્રજાતિમાં સૌથી વધુ ઝેરીલા ગણાતા કિંગ કોબ્રાનું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી જતો હોય છે. કિંગ કોબ્રા એટલો ખતરનાક હોય છે કે લોકો તેની આજુબાજુ પણ ફરકવા ઈચ્છતા નથી. ક્યારેય ગલીમાં ભૂલથી પણ સામનો સામનો થઈ જાય તો પછી ગમે તે હોય તેના હાજા ગગડી જતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું કહેવાય છે કે કિંગ કોબ્રાનો ડંશ એટલો  ઝેરી હોય છે કે કોઈ પણ વ્યક્તિનું મોત થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કિંગ કોબ્રા જેને પણ કરડે તેને તો કઈ ન થાય પરંતુ કોબ્રા પોતે મરી જાય? વિચારવામાં આ થોડું મુશ્કેલ લાગે પરંતુ ઉત્તર પ્રદેશની એક ઘટના તમને ચોંકાવી દેશે.


આજે તમને એક એવા કિસ્સાથી રૂબરૂ કરાવીશું જેમાં દારૂડિયાને કિંગ કોબ્રાએ બટકું ભર્યું પણ નવાઈની વાત એ બની કે દારૂડિયાનો તો વાળ પણ વાંકો ન થયો પરંતુ કિંગ કોબ્રાનો સ્વર્ગવાસ થઈ ગયો. બિચારો કિંગ કોબ્રા મોતને ભેટ્યો. આ કોબ્રા દારૂડિયાને 2-2 વાર કરડ્યો પણ ઉલ્ટું બિચારા કોબ્રાનું મોત થઈ ગયું. ચોંકાવનારી વાત તો એ થઈ કે જ્યારે દારૂડિયો આ મરેલો કોબ્રા લઈને હોસ્પિટલ પહોંચી ગયો. 


જાણો શું છે મામલો
લોકોને ચોંકાવનારો આ મામલો છે ઉત્તર પ્રદેશના કુશીનગરનો. વિસ્તારની આ ઘટનાથી લોકો દંગ રહી ગયા છે. જિલ્લાની એક હોસ્પિટલમાં એક દારૂડિયો ઈમરજન્સી વોર્ડમાં કિંગ કોબ્રાની ડેડબોડી લઈને પહોંચી ગયો ત્યારે ત્યાં તો હડકંપ મચી ગયો. દારૂડિયાએ ડોક્ટરને કહ્યું કે તેને 2 જગ્યાએ સાપ કરડ્યો છે. કોબ્રા તો મરી ગયો પણ તે ઠીક છે. આથી ડોક્ટર તેને ઈન્જેક્શન  લગાવી દે જેથી કરીને પાછળથી કોઈ સમસ્યા ન થાય. 



દારૂડિયાની વાત સાંભળીને ડોક્ટરોના પણ હોશ ઉડી ગયા. તેઓ પણ વિચારમાં પડી ગયા કે કેવી રીતે આટલા ઝેરીલા સાપનું મોત દારૂડિયાને કરડવાથી થઈ ગયું. અત્રે જણાવવાનું કે આ દારૂડિયો હોસ્પિટલમાં મરેલા કોબ્રાને ઝોળીમાં લઈને પહોંચ્યો પહોંચ્યો હતો. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા માં ઝડપથી વાયરલ થઈ ગયો અને ચર્ચાનો વિષય બની ગયો. 


વાયરલ થઈ રહેલા આ વીડિયોને કશ્યપ મીમર નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરાયો છે. જો કે આ વાયરલ વીડિયો કેટલો જૂનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ નેટિઝન્સ તેના પર ખુબ મજા લઈ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે દારૂ ખરાબ ચીજ નથી. તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે મને સાંપ પર દયા આવી રહી છે. એક તો હદ કરી નાખી અને લખ્યું કે ઝેર જ ઝેરને કાપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube