નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 બાદ પણ રાજકીય પાર્ટીમાં અથડામણની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવાર રાત્રે પ્રદેશના કૂચ બિહારમાં થયેલા એક હંગામાં દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના એક કાર્યકર્તાનું મોત થયું છે. તેના પરિવાર સાથે સ્થાનિક ટીએમસી નેતાનો આરોપ છે કે, ભાજપના એક નેતાએ તેમના સમર્થકોની સાથે મળી તેની માર મારી હત્યા કરી છે. મૃતક ટીએમસી કાર્યકર્તાનું નામ અઝીઝાર અલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે ઘરે પરત ફરી રહ્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. ટીએમસી કાર્યકર્તાની હત્યા બાદથી આ વિસ્તારમાં તણાવ ભર્યો માહોલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: શિવસેનાએ કરી અમિત શાહની પ્રસંશા, ‘કહ્યું- ગૃહમંત્રીએ મોટા ઓપરેશનની નીતિ બનાવી’


જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી સમયથી સતત રાજકીય પાર્ટીઓ વચ્ચે અથડામણની ઘટનાઓ બની રહી છે. બુધવારે જ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઈદ-ઉલ-ફિતરના સમય પર આક્રામક વલણ અપનાવતા તેમના વિરોધીઓને આ સંદેશો આપ્યો હતો કે, ‘જો હમશે ટકરાએગા ચૂર ચૂર હો જાયેગા.’


વધુમાં વાંચો: PM મોદીની શપથવિધિમાં શરદ પવારની ગેરહાજરી અંગે થયો મોટો ખુલાસો, 'V'ને સમજી લીધો 5


મમતા બેનરજીએ અહીં રેડ રોડ પર લોકોને શુભેચ્છાઓ પાઠવી. રેડ રોડ પર નમાઝ અદા કરનાર માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તેમણે ભાજપની તરફ ઇશારો કરતા કહ્યું, ‘જો હમશે ટકરાએગા, વો ચૂર ચૂર હો જાયેગા. આ અમારા નારા છે.’


વધુમાં વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયાનું કોંગ્રેસે કર્યું સમર્થન, આપ્યું મહત્વનું નિવેદન


બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ભાજપના હાથે મોટો ફટકો પડ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણીમાં રાજ્યની 42 સીટોમાંથી 18 પર જીત નોંધાવી છે. બેનરજી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવતા જય શ્રી રામના નારાનો પણ વિરોધ કરી રહી છે. તેમનો આરોપ છે કે, ભાજપ પાર્ટી આ નારાનો ઉપયોગ કરી ઘર્મને રાજકારણ સાથે જોડી રહી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...