લખનઉ: અયોધ્યા (Ayodhya) માં રામમંદિર નિર્માણની સાથે સાથે અહીં બનનારી મસ્જિદ (Masjid) ની ડિઝાઈન પણ ઈન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ટેશન શનિવારે બહાર પાડી છે. જામિયા મિલિયી ઈસ્લામિયા યુનિવર્સિટીના આર્કિટેક વિભાગના પ્રોફેસર  એસએમ અખ્તરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકારો સામે તેનું મોડલ બહાર પાડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: કોરોનાની રસી માટે આ કાર્ડની ખાસ જરૂર પડશે, હાથવગું રાખજો, નહીં તો પસ્તાવવાનો વારો આવશે


આ પ્રકારે બનશે મસ્જિદ
પાંચ એકર જમીન પર મસ્જિદ અને હોસ્પિટલ એમ બે ઈમારત બનશે. મસ્જિદની ડિઝાઈન એસ એમ અખ્તરે તૈયાર કરી છે. પરિસરમાં હોસ્પિટલની સાથે સાથે લાઈબ્રેરી, મ્યુઝિયમ અને કમ્યુનિટી કિચન પણ બનાવવામાં આવશે. ટ્રસ્ટ તરફથી બહાર પાડવામાં આવેલા મસ્જિદના અંડાકાર ડિઝાઈનમાં કોઈ ગુંબજ નથી. હવે સોસાયટી આ નક્શો પાસ કરાવવાની પ્રક્રિયામાં કામે લાગશે. ધન્નીપુર ગામમાં બનનારી આ મસ્જિદનો પાયો ગણતંત્ર દિવસ કે પછી સ્વતંત્રતા દિવસના અવસરે રાખવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. 


MSP અને કૃષિ કાયદા પર PM મોદીનું અત્યંત મહત્વનું નિવેદન, કહ્યું- 'હું વિશ્વાસ સાથે કહું છું કે...'


કોઈ રાજા કે ભાષાના નામ પર નહીં હોય મસ્જિદ
તાજેતરમાં ટ્રસ્ટના સચિવ અને પ્રવક્તા અતહર હુસૈને કહ્યું હતું કે નિર્માણ શરૂ કરવા માટે પહેલી ઈંટ તો રાખવી પડશે, તો તે માટે 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટથી વધુ સારો સમય કોઈ ન હોઈ શકે. કારણ કે 26 જાન્યુઆરીના રોજ દેશના બંધારણનો પાયો રખાયો હતો. જ્યારે 15 ઓગસ્ટે દેશ આઝાદ થયો અને આઝાદ ભારતનો પાયો રખાયો. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં બનનારી મસ્જિદમાં બાબર કે તેના સંલગ્ન કોઈ નામનો ઉલ્લેખ ન હોય અને ન તો કોઈ ભાષા કે રાજાના નામ પર મસ્જિદ હશે. સુન્ની વક્ફ બોર્ડે મસ્જિદના નિર્માણ માટે છ મહિના પહેલા આઈઆઈસીએફની રચના કરી હતી. પ્રોજેક્ટના મુખ્ય વાસ્તુકાર પ્રોફેસર એસ એમ અખ્તરે ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અખ્તરે જણાવ્યું કે મસ્જિદમાં એક સમયે 2000 લોકો નમાજ અદા કરી શકશે. તેનો ઢાંચો ગોળાકાર હશે. 


આ રાજ્યમાં Protest કરવા બદલ ખેડૂતોને મળી 50 લાખની નોટિસ, જાણો શું છે મામલો 


બાબરીથી મોટી બનશે મસ્જિદ
અખ્તરના જણાવ્યાં મુજબ નવી મસ્જિદ બાબરી મસ્જિદથી મોટી હશે. પરંતુ તે જ પ્રકારનો ઢાંચો નહીં હોય. પરિસરની મધ્યમાં હોસ્પિટલ હશે. પયગંબરે 1400 વર્ષ પહેલા જે શીખામણ આપી હતી તે ભાવના મુજબ માનવતાની સેવા કરાશે. તેમાં કેટલો ખર્ચ આવશે તે હાલ જણાવવું મુશ્કેલ છે. ટ્રસ્ટે જણાવ્યું કે પરિસરમાં જે મજાર છે તેની સાથે કોઈ છેડછાડ નહીં કરાય. વિશાળ મસ્જિદમાં સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube