નવી દિલ્હી :Maha Shivratri 2019 એટલે જો આ દિવસે વિધી-વિધાનથી શિવની પૂજા કરવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ વ્રત રાખવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને મનગમતુ વરદાન મળે છે. સમસ્યા ભલે ગમે તેવી હોય, પણ તેનુ સમાધાન મળી જ જાય છે. આ સમસ્યા જો નોકરી સાથે જોડાયેલી હોય તો પણ તમને શિવરાત્રીએ સમાધાન મળી શકે છે. જો તમે નોકરીની શોધમાં છો, તો ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો નીચે બતાવેલા ઉપાય કરી શકો છો.


ભૂજ બાદ સુરતમાં બન્યો મહિલાઓના કપડા ઉતારવાનો ચોંકાવનારો બનાવ


  • જાણો નોકરી વિશેના ઉપાય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવલિંગ પર જળ ચઢાવીને ચોખા અર્પિત કરો.
શનિવારના દિવસે પીપળાના વૃક્ષનું એક પાંદડુ તોડો. પાંદડાને ગંગાજળથી સાફ કરો. પછી તેને થાળીમાં રાખીને 11 વાર ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરો. હવે તેને શિવજીને ચઢાવો.
આવતીકાલે સોમવારે શિવરાત્રિ આવી રહી છે, તેથી આ દિવસે સાંજના સમયે બીલ વૃક્ષની પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો. ફાયદો થશે. દર સોમવારે આવું કરી શકાય છે.


RSSએ દિલ્હીની હારનો ટોપલો મોદી-શાહના માથા પર ઢોળ્યો, કહી દીધું કે...


  • લગ્ન માટે કરો આ ઉપાય


શિવમંદિરમાં જાઓ. શિવલિંગ પર ગાયના દૂધથી રુદ્રાભિષેક કરો. 
શ્રી રામચરિતમાનસમાં વર્ણિત શિવ પાર્વતીના વિવાહનું પઠન કરો.
શિવરાત્રિના દિવસે ઘરના મંદિરમાં શિવના નામનો અખંડ દીપક પ્રગટાવો.
વ્રત રાખો. 108 બીલ પાન પર રામ રામ લખીને શિવલિંગ પર ચઢાવો. મનમાં વિવાહની મનોકામના પૂરી કરવાના વાત કરો.


આજે છે મહાશિવરાત્રી. એટલે કે મહાદેવની આરાધનાનું પર્વ. ત્યારે મહાદેવના આશીર્વાદ મેળવવા માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ દેવાધિદેવના દર્શન માટે ભક્તો કતારમાં ઉભા રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો સોમનાથ આવી રહ્યા છે. સોમનાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દેવાધિદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...