RSSએ દિલ્હીની હારનો ટોપલો મોદી-શાહના માથા પર ઢોળ્યો, કહી દીધું કે...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આરએસએસ (RSS) ના મુખપત્ર ઓર્ગેનાઈઝર (Organizer) માં દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020) ના પરિણામની સમીક્ષા કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝરમાં છપાયેલ લેખમાં દિલ્હીમાં બાજેપીની કારમી હારના કારણોની ચર્ચા કરવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ હંમેશા વિધાનસભા સ્તરના ઈલેક્શનમાં મદદ નથી કરી શક્તા અને દિલ્હીમાં સ્થાનિક લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પાર્ટીને નવી રીતથી તૈયાર કરવા ઉપરાંત બીજો કોઈ વિકલ્પ નથી.
લેખમાં લખ્યું છે કે, ઈલેક્શનમાં બીજેપીની હારના બે મુખ્ય કારણ છે. પાર્ટી 2015ના ઈલેક્શન બાદ જમીની સ્તર પર સંગઠનને ફરીથી ઉભુ કરવામાં અસફળ રહી અને ઈલેક્શનના અંતિમ ચરણમાં જે રીતે પ્રચાર થયો, તેનાથી પાર્ટીની હાર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં બીજેપીની કારમી હાર થઈ હતી. બીજેપીને 70માંથી માત્ર 8 સીટ જ મળી શકી હતી. પાર્ટી ગત વિધાનસભા ઈલેક્શન કરતા વધુ સીટ તો લાવી શકી, પરંતુ વધુ સીટ મેળવવામાં સફળ ન રહી. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ઈલેક્શનમાં બીજેપીને માત્ર 3 સીટ મળી હતી.
બીજેપીએ આ ઈલેક્શન જીતવા માટે પોતાની પૂરતી તાકાત લગાવી દીધી હતી. પીએમ મોદી, અમિત શાહથી લઈને તમામ કેન્દ્રીય મંત્રી, અનેક બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને લગભગ તમામ વરિષ્ઠ બીજેપી નેતાઓએ દિલ્હીમાં બીજેપી માટે પ્રચાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે