નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે (Twitter)  ભારત સરકારને જવાબ આપ્યો છે અને જણાવ્યું કે તેણે 500થી વધુ એકાઉન્ટ બંધ કરવા ઉપરાંત વિવાદિત હેશટેગને પણ હટાવ્યા છે. અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ને લઈને ખોટી જાણકારી ફેલાવવા મુદ્દે કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા ટ્વિટરને ભડકાઉ કન્ટેન્ટ ફેલાવતા 1178 પાકિસ્તાની-ખાલિસ્તાની એકાઉન્ટને હટાવવાનો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી-ટ્વિટર
ટ્વિટરે (Twitter) પોતાના નિવેદનમાં કહ્યું કે 26 જાન્યુઆરી 2021 બાદ અમારી વૈશ્વિક ટીમે 24/7 કવરેજ પ્રદાન કર્યું છે અને અમે કન્ટેન્ટ, ટ્રેન્ડ્સ, ટ્વિટ્સ અને એકાઉન્ટ્સ પર નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી છે જે ટ્વિટરના નિયમોનો ભંગ કરી રહ્યા હતા. અમારી વૈશ્વિક નીતિની રૂપરેખા દરેક ટ્વીટને નિયંત્રિત કરે છે. 


Farmers Protest: એક અદભૂત આઈડિયા, જેનાથી ખેડૂત આંદોલન પણ પૂરું થઈ જશે અને ખાલિસ્તાન પણ બની જશે


ટ્વિટરે અત્યાર સુધીની કાર્યવાહીની આપી જાણકારી
1. ટ્વિટરે નિયમોનો ભંગ કરનારા સેંકડો ખાતા પર કાર્યવાહી કરી, જે વિશેષ રીતે હિંસા, દુર્વ્યવહાર, નુકસાન પહોંચાડવાની ઈચ્છા, અને ધમકીઓને પ્રોત્સાહન આપી શકે છે. 
2. અમે કેટલીક ટર્મ્સને રોકી, જે અમારા નિયમોનો ભંગ કરીને ટ્રેન્ડ્સ સેક્શનમાં આવી રહ્યા હતા. 
3. ખોટી સૂચના અને ભડકાઉ કન્ટેન્ટ ફેલાવનારા 500થી વધુ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે. 
4. ખોટી જાણકારી ફેલાવવા અને વાસ્તવિક દુનિયાને નુકસાન પહોંચાડનારા ટ્વીટ્સ પણ અમે હટાવ્યા છે. જે  અમારી સિન્થેટિક અને મીડિયા પોલીસીનો ભંગ કરી રહ્યા હતા. 


Farmers Protest: સરકારે ટ્વિટરને 1178 એકાઉન્ટની યાદી મોકલી- કહ્યું બધાને બ્લોક કરો


કોઈ પત્રકાર-એક્ટિવિસ્ટના એકાઉન્ટ નથી હટાવ્યા
આ સાથે જ ટ્વિટરે (Twitter) જણાવ્યું કે  કોઈ પણ મીડિયા સંસ્થા, પત્રકાર કે એક્ટિવિસ્ટના એકાઉન્ટ બેન કરાયા નથી. ટ્વિટરે કહ્યું કે કોઈ પણ મીડિયા સંસ્થા, પત્રકાર, એક્ટિવિસ્ટ, અને નેતાના એકાઉન્ટ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી. ભારતીય કાયદા હેઠળ અભિવ્યક્તિની આઝાદી હેઠળ તેમને પોતાની વાત કહેવાનો અધિકાર છે. 


સરકારે 1178 એકાઉન્ટ બેન કરવાના નિર્દેશ આપ્યા હતા
અત્રે જણાવવાનું કે ભારત સરકારે ટ્નિટરને ખેડૂતોના પ્રદર્શન અને કૃષિ કાયદા અંગે ખોટી સૂચના અને  ભડકાઉ કન્ટેન્ટ ફેલાવનારા 1178 પાકિસ્તાની-ખાલિસ્તાની એકાઉન્ટ હટાવવાના નિર્દેશ આપ્યા હતા. કેન્દ્રએ 4 ફેબ્રુઆરી 2021ના રોજ પાકિસ્તાન અને ખાલિસ્તાન લિંક વાળા 1178 એકાઉન્ટની યાદી ટ્વિટરને આપી હતી અને આ એકાઉન્ટ બ્લોક કરવા જણાવ્યું હતું. જો કે ટ્વિટરે સંપૂર્ણ રીતે આદેશનું પાલન કર્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube