કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકના મોત
નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પૂંછ સેક્ટરમાં આજે પાકિસ્તાની સેના (Pakistan army) ના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાને ફરીથી સંઘર્ષ વિરામ ( Ceasefire Violation) નો ભંગ કરીને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાં. પાકિસ્તાનની આ હરકતનો ભારતીય સેના (Indian Army) જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના શુક્રવાર સાંજથી પૂંછના કૃષ્ણાઘાટી, બાલાકોટ, શાહપુર, કિરણી, અને માલતી સેક્ટરોમાં સતત સંઘર્ષવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરી રહી છે.
SPG બિલ રાજ્યસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું-હવે આ સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે
રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે અને તે જમ્મુ (Jammu) ના સરહદી વિસ્તારો રાજોરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ફાયરિંગની આડમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશમાં સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube