jammu

કાશ્મીરમાં આજથી બ્રોડબેન્ડ સેવા શરૂ, જમ્મુમાં 2G મોબાઇલ ઇન્ટરનેટ ચાલુ

જમ્મુમાં બ્રોડબેન્ડ અને મોબાઇલ SMS પહેલાંથી જ ચાલી રહ્યું છે.

Jan 15, 2020, 08:35 AM IST

16 દેશોનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું કાશ્મીર, સ્થાનિક લોકોએ મોદી સરકારનાં કર્યા ભરપેટ વખાણ

અનુચ્છેદ 370 પુર્ણ થયા બાદ લેટિન અમેરિકી અને આફ્રીકન દેશોનાં 16 પ્રતિનિધિ ગુરૂવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા. આ ડેલિગેશને સિવિલ સોસાયટીનાં સભ્યો સાથે મુલાકાત યોજી હતી. રાજ્યનાં અધિકારીઓ અનુસાર રાજદ્વારીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતીની માહિતી લીધી. આ સમુહમાં મુખ્ય રીતે લૈટિન અમેરિકી અને આફ્રીકી દેશોનાં સાંસદોનો સમાવેશ થાય છે. વિદેશી પ્રતિનિધિમંડળમાં વિયતનામ, દક્ષિણ કોરિયા, બ્રાઝીલ, ઉજ્બેકિસ્તાન, નાઇજર, નાઇજીરિયા, મોરક્કો, ગુઆન, અર્જેન્ટિના, ફિલીપીંસ, નોર્વે, માલદીવ, ફીઝી, ટોગો, બાંગ્લાદેશ અને પેરુના પ્રતિનિધિમંડળનો સમાવેશ થાય છે.

Jan 9, 2020, 05:19 PM IST

જામનગર-જમ્મુમાં મોડી રાત્રે ભૂકંપના આંચકાથી લોકોમાં ઠંડી અને ડર બંન્નેથી ફફડ્યાં

રવિવારે રાત્રે જામનગર પંથકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. રાત્રે 11.04 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ 11.09 વાગ્યે બીજો ભૂકંપનો 2.3ની તીવ્રતાનો આફ્ટર શોક આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. જો કે ભૂકંપના મુદ્દે કોઇ જાનહાની સર્જાઇ નથી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી 28 કિલોમીટર દુર હોવાનું નોંધાયું હતું. જો કે મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. લોકો કડકડતી ઠંડીમાં પણ ડરનાં કારણે ઘરની બહાર બેસી રહેવા માટે મજબુર બન્યા છે.

Dec 30, 2019, 11:57 PM IST

CAA ના સમર્થનમાં જમ્મૂમાં પ્રદર્શન, કાયદાના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં માર્ચ

 નાગરિકતા એક્ટ  (CAA) ના વિરોધમાં જ્યાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તો બીજી તરફ જમ્મૂ (jammu)માં આ કાયદાના પક્ષમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં તમામ ધાર્મિક સમુદાયોના લોકોએ ભાગ લીધી હતો. જમ્મૂના લોકોએ કહ્યું કે આ કાયદો દેશના લોકોના વિરૂદ્ધ છે.  નાગરિકતા એક્ટ ના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં પણ માર્ચના સમાચાર છે. 

Dec 21, 2019, 05:37 PM IST

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, કેજી સેક્ટરમાં કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, એક જવાન શહીદ

પાકિસ્તાન (Pakistan) દ્વારા સીમા પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રે લગભગ 2:30 વાગે પણ પાકિસ્તાન દ્વારા જમ્મૂ (Jammu) ના પૂંછ (Poonch) સ્થિર કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ભારતીય સેનાએ પણ તેની આ હરકતનો આકરો જવાબ આપ્યો હતો.  

Nov 8, 2019, 08:30 AM IST

કેન્દ્રશાસિત પ્રદેશ J&K ના પ્રથમ ઉપરાજ્યપાલ બન્યા ગિરીશ ચંદ્વ મુર્મૂ, વાંચો 10 મોટા ફેરફાર

જમ્મૂ કાશ્મીરના પુન:ગઠન એક્ટ 2019 ગત મધરાતથી લાગૂ થયા બાદ અસ્તિત્વમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્વ મુર્મૂએ પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કર્યા હતા. જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે તેમને શપથ અપાવી હતી.

Oct 31, 2019, 02:30 PM IST

જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ, આ 10 નવા ફેરફાર થશે

રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલ જયંતિ, 31 ઓક્ટોબર)ના અવસર પર ભારતના બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થશે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ આજથી (31 ઓક્ટોબર)થી કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. આવતીકાલથી આ બંને પ્રદેશોમાં ઘણા કાયદાઓ ખતમ થઇ જશે અને નવા કાયદા લાગૂ થઇ જશે.

Oct 31, 2019, 08:00 AM IST

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ

કાશ્મીરના 99 વિસ્તારોમાંથી તમામ પ્રતિબંધો હટી ચુક્યા છે, જમ્મુ કાશ્મીરની પોસ્ટપેઇડ મોબાઇલ સેવા પણ સોમવારે બપોરે 12 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે

Oct 12, 2019, 08:08 PM IST

જમ્મુમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, બસ સ્ટેન્ડ પર ઊભેલી બસમાંથી વિસ્ફોટકોનો જથ્થો મળ્યો

જમ્મુને આતંકી હુમલાથી હચમચાવી નાખવાના આતંકીઓના એક મોટા ષડયંત્રને સુરક્ષાદળોએ સમયસર નિષ્ફળ બનાવી દીધો. પંજાબ સરહદે આવેલા જમ્મુના કઠુઆ જિલ્લાના બિલાવરથી જમ્મુ આવી રહેલી એક ખાનગી બસમાંથી સુરક્ષાદળોએ 15 કિલો આરડીએક્સ જપ્ત કર્યું.

Oct 1, 2019, 11:28 AM IST

ટેલિફોન પર પ્રતિબંધ નહી, કાશ્મીરમાં 41 હજાર લોકોનાં મોત માનવાધિકારનું ઉલ્લંઘન

અનુચ્છેદ 370 નો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, સંવિધાનના આ પ્રાવધાનના કારણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો એક દોર ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી 41800 લોકોનાં મોત થયા છે

Sep 29, 2019, 07:02 PM IST

J-K: રામબન ઓપરેશનમાં સૈન્ય દળોને મોટી સફળતા, ત્રણ આતંકવાદી ઠાર, બંધકો પણ સુરક્ષીત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA) ઇમરાન ખાને (Imran khan) ભાષણનાં પછીના દિવસે માત્ર 3 કલાકની અંદર જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) ત્રણ આતંકવાદી (terrorist) હુમલા થયા છે. 

Sep 28, 2019, 06:25 PM IST

UNGA માં ઇમરાન ખાન બન્યા કટ્ટરપંથી મૌલાના, ઇસ્લામિક આતંકવાદનો કર્યો બચાવ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇમરાન ખાનનું ભાષણ ઇસ્લામિક આતંકવાદ અને જમ્મુ કાશ્મીરના વિષય પર જ કેન્દ્રીત રહ્યું હતું

Sep 28, 2019, 12:16 AM IST

કાશ્મીરના વિકાસ માટે ઝડપથી કામ કરી રહી છે મોદી સરકાર, વેપારીઓનાં "અચ્છે દિન"

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ રાજ્યને કેન્દ્રની મોદી સરકાર તરફથી નવા નવા પ્રોજેક્ટની સોગાત મળી રહી છે

Sep 27, 2019, 06:31 PM IST
 Earthquake 24 09 2019. PT11M16S

દિલ્હી-NCR સહિત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા...

દિલ્હી-NCR સહિત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીર અને પીઓકેમાં પણ આ ભૂકંપ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ ભુકંપના કારણે પાકિસ્તાનમાં જાન માલની ભારે ખુંવારી થઇ હોવાનું પણ પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે.

Sep 24, 2019, 06:40 PM IST

માતા વૈષ્ણોદેવીનાં ભક્તો માટે ખુશખબર, હવે જૂની ગુફાના થશે સ્વર્ણિમ દર્શન

65 દિવસમાં તૈયાર કરાયો 16 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચો દરવાજો. આ સુવર્ણ દ્વારમાં એક હજાર કિલો ચાંદી, એક હજાર કિલો તાંબું અને 10 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. આ સુવર્ણ દ્વાર બનાવવામાં રૂ.10 કરોડનો ખર્ચ થયો છે. 
 

Sep 23, 2019, 05:52 PM IST

પાકિસ્તાનની સ્થિતી દુખે પેટ અને કુટે માથુ જેવી, અફઘાનિસ્તાન સાથે માથાકુટ ચાલુ કરી

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370માં પરિવર્તન બાદ પાકિસ્તાન (Pakistan) ધુંધવાટ યથાવત્ત છે

Sep 16, 2019, 10:46 PM IST

કાશ્મીર અંગે બ્રિટિશ સાંસદનું ભારતને સમર્થન, કહ્યું પહેલા PoK ખાલી કરે પાકિસ્તાન

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં વલણનો આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે આ મુદ્દે પાકિસ્તાન દ્વારા યુએનમાં લઇ જવાનો વિરોધ કર્યો છે. 

Sep 15, 2019, 06:41 PM IST

PoK માં સ્થિતી ખરાબ છે, લોકો ત્યા નથી રહેવા માંગતા: સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, PoK માં સ્થિતી ખુબ જ ખરાબ છે

Sep 14, 2019, 11:25 PM IST

UNHRC: ભારતે રોકડું પરખાવ્યું, પાક. પહેલા પોતાની થાળીની માખીઓ ઉડાડે

વિદેશ મંત્રાલયમાં પૂર્વી હિસ્સાઓના સચિવ વિજય ઠાકુર સિંહ બાદ યુએનએચઆરસીમાં ભારતના સેકન્ડ સચિવ કુમમ મિની દેવીએ પાકિસ્તાનમાં ચાલી રહેલ દમનચક્રની યાદ અપાવી હતી

Sep 13, 2019, 11:35 PM IST

UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી: હવે ભારત આપશે જવાબ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ ગિન્નાયેલ પાકિસ્તાન હવે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં તેને મુદ્દો બનાવવાનાં ભરચક પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને મંગળવારે 115 પેજના ખોટા અહેવાલોનો ભારો ઠાલવીને ભારત પર આરોપ લગાવ્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ ભારત પર કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા હતા. પાકિસ્તાને કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો નથી અને યુએનએ આમાં દખલ કરવી જોઇએ. પાકિસ્તાન આવા મનઘડંત આરોપોને ભારત થોડા જ સમયમાં જવાબ રજુ કરશે. 

Sep 10, 2019, 04:11 PM IST