નવી દિલ્હી: અટારી બોર્ડર પર બીએસએફે બુધવારે રાતે ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે ઘૂસણખોરોને ઠાર કર્યા. બંને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. BSFએ સર્ચ અભિયાન ચલાવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અમૃતસરની અટારી સરહદ નજીક ગત રાતે ધુમ્મસની આડમાં બે ઘૂસણખોરો વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરતા હતા. ત્યારે જ બીએસએફએ ચેતવણી આપી. ચેતવણી બાદ ફાયરિંગ શરૂ થઈ ગયું. કાર્યવાહીમાં બંને ઘૂસણખોરો ઘટનાસ્થળે જ ઠાર થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વદેશી કોરોના રસી Covaxin ના પહેલા ફેઝની ટ્રાયલ એકદમ સફળ, કોઈ જ સાઈડ ઈફેક્ટ નહીં


આ ઘટના બાદ ગુરુવારે સવારે બીએસએફના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળ્યા છે. અત્રે જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીની કોશિશ તેજ થઈ છે. બીએસએફ તરફથી માર્યા ગયેલા બંને ઘૂસણખોરો અંગે  એક વાગે પત્રકાર પરિષદ થશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube