શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે એએનઆઈને જણાવ્યુ કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકીઓને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા શોપિયાંમાં એક સંયુક્ત અભિયાનમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમના કબજાથી હથિયાર અને દારૂ-ગોળા જપ્ત કરવામાં આવ્યા છે. 


પોલીસ પ્રમાણે આંતકીઓની ઓળખ ડૂમવાની કીગમ નિવાસી શાહિદ અહમદ ગૈને અને પિંજુરાના કિફાયત અયૂબ અલીના રૂપમાં થઈ છે. તેને રામબી આરાની પાસે ડૂમવાલી ગામથી ઝડપી લેવામાં આવ્યો છે. એક ગુપ્ત સૂચના પર કાર્યવાહી કરતા પોલીસ, 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને 14 બટાલિયન સીઆરપીએફના વિસ્તારમાં એક સંયુક્ત ઘેરો અને સર્ચ અભિયાન શરૂ કર્યુ. પોલીસ જ્યારે પહોંચી તો બદમાશોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. 


આ પણ વાંચોઃ Omicron ના ખતરા વચ્ચે સોમવારે NTAGI, બૂસ્ટર ડોઝ અને બાળકોની વેક્સીન પર થશે મંથન  


કાયદાની સંબંધિત કલમો હેઠળ આ અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા દળોએ આ આતંકવાદીઓ પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, બે ચાઈનીઝ ગ્રેનેડ, આઠ પિસ્તોલ રાઉન્ડ અને રૂ. 2.9 લાખ રોકડા જપ્ત કર્યા છે. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube