ઝી ન્યૂઝ/નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઈન્ફ્લૂએન્ઝા વાયરસનાં કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. આ વાયરસના કારણે હરિયાણા અને કર્ણાટકમાં બે દર્દીના મૃત્યુ નીપજ્યા છે. દિલ્લી-NCRથી માંડીને દક્ષિણ ભારત સુધી ઈન્ફ્લૂએન્ઝા ફેલાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં તો ઘરે ઘરે H3N2નાં કેસ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, જાણો કેમ તૂટ્યો 5 વર્ષનો સંબંધ


ડોક્ટરોએ જણાવ્યા મુજબ H3N2 ઈન્ફ્લૂએન્ઝા-Aનો જ એક સબ ટાઈપ છે. જે આ વખતે એક્ટિવ થઈ ગયો છે. દેશભરની લેબમાં ફ્લૂના દર્દીઓના જે સેમ્પલ આવી રહ્યા છે તેમાં 10માંથી6 કેસ H3N2 વાયરસનાં છે. H3N2 વાયરસના કારણે શરદી, ખાંસી અને તાવ જેવી ફરિયાદો વધી છે. પરંતુ કેટલાક દર્દીઓ માટે આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે. 


માનવામાં ન આવે તેવો કિસ્સો, Online Shopping માં ગુજરાતી યુવકોએ મંગાવી નકલી નોટ


H3N2થી આ લોકોને છે ખતરો
સફદરજંગ હોસ્પિટલના ડૉ. દીપક સુમન જણાવે છે કે, H3N2 રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે. એટલે કે આ વાયરસ લંગ્સ પર અસર કરે છે. ઈન્ફ્લૂએન્ઝા એવા લોકો માટે ઘાતક છે, જેઓ પહેલેથી કોઈ બિમારીથી પીડિત હોય. આ સિવાય 5 વર્ષથી નાની વયના બાળકો, સગર્ભા અને વૃદ્ધ લોકો માટે ખતરારૂપ બની શકે છે. હાઈ રિસ્કવાળા લોકોમાં શરદી-ખાંસી જેવા લક્ષણ જો 5 દિવસથી વધુ સમય સુધી રહે છે તો તુરંત ડૉક્ટર પાસે સારવાર કરાવો.  આ મામલે બિલકુલ પણ લાપરવાહી કરવી જોખમરૂપ સાબિત થઈ શકે છે.


PM મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ સામે ઉઠાવ્યો આ મુદ્દો, કહ્યું- 'અમારા મનને વ્યથિત કરે છે


ફ્લૂની વેક્સીનથી બચી શકાય
વરિષ્ઠ ફિઝિશિયન અને પીડિયાટ્રિશિયન ડૉ. અરુણ શાહ જણાવે છે કે, H3N2 હાલના સમયમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. આનુ મુખ્ય કારણ વાતાવરણમાં થઈ રહેલો બદલાવ છે. ડબલ સિઝનનાં કારણે વાયરસ વધુ પ્રસરી શકે છે. લોકો હાથને હાઈજીન રાખવાની પણ તકેદારી નથી રાખતા. જેનાથી વાયરસ મોટુ રૂપ ધારણ કરી લે છે. એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા સહિત ઘણા એક્સપર્ટ્સે માસ્ક પહેરવાની સલાહ આપે છે.