લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ મેરઠથી મળ્યો છે. બે વર્ષની બાળકીમાં નવા વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ પરિવાર 15 ડિસેમ્બરે બ્રિટનથી મેરઠ આવ્યો હતો. ચાર દિવસ પહેલા ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. નવા સ્ટ્રેનની તપાસમાટે તેના સેમ્પલ દિલ્હી મોકલવામાં આવ્યા હતા. બાળકીના સેમ્પલમાં સંક્રમણ મળ્યા બાદ લેબથી સીધો તંત્રને રિપોર્ટ મોકલી જાણકારી આપવામાં આવી છે. બાળકીમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ મેરઠના ડીએમ અને સ્થાનીક સ્વાસ્થ્ય અધિકારીઓએ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકીમાં સંક્રમણ મળ્યા બાદ તેના ઘરની આસપાસના વિસ્તારોને ઘેરાબંધી કરી સીલ કરી દેવામાં આવ્યા છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પરંતુ તેનામાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો નથી. બાળકી કે તેના પરિવારના સંપર્કમાં આવેલા કે પછી આસપાસ રહેલા લોકોની સતત તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાનો સાથે વાતચીતની રણનીતિ તૈયાર, New Farm Law રદ્દ નહીં કરે સરકાર!


ઉલ્લેખનીય છે કે યૂકેથી પરત આવેલા છ લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણ મળ્યા છે. તેમાંથી ત્રણની તપાસ બેંગલુરૂ, બેની હૈદરાબાદ અને એકની પુણેની લેબમાં થી છે. તેના સેમ્પલમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. નવા સ્ટ્રેનને લઈને સરકારે સતર્કતા દેખાડતા યૂકેથી પરત આવતા લોકોના જીનોમનું સ્કિવેન્સિંગ કરાવવામાં આવ્યું હતું. મંગળવારે તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. 


બ્રિટનથી ફ્લાઇટ પર લાગેલો છે પ્રતિબંધ
બ્રિટનમાં નવા સ્ટ્રેનના સમાચારો વચ્ચે ભારત સરકારે 23 ડિસેમ્બરથી બ્રિટન અવર-જવર કરતા તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તો દેશમાં કોરોના સામે નિર્ણાયક જંગ માટે રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય નિષ્ણાંતોની ચિંતા વધી ગઈ છે.


આ પણ વાંચોઃ કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન અસરકારક, ડરવાની જરૂર નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય


નવા સ્ટ્રેને વધારી ચિંતા
હવે નવા સ્ટ્રેનના કેસ મળ્યા બાદ સરકાર વધુ એલર્ટ થઈ ગઈ છે. નવા સ્ટ્રેન વિશે હજુ સુધી જાણકારી અનુસાર તે 70 ટકા વધુ સંક્રામક છે. આ સ્ટ્રેન નાની ઉંમરના લોકો પર પણ તે પ્રકારે હુમલો કરે છે. પરંતુ તેના ઘાતક થવાની આશંકા ઓછી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube