Udaipur Murder: કન્હૈયાલાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતો
Kanhaiyalal Postmortem Report: રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે કન્હૈયાલાલની તેમની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી. કન્હૈયાલાલના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરાયું.
Kanhaiyalal Postmortem Report: રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે કન્હૈયાલાલની તેમની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી. કન્હૈયાલાલના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરાયું. પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ હાલ સામે આવ્યો છે જેનાથી જાણવા મળે છે કે તેમના ગળા પર 7થી 8 ઘા કરવામાં આવ્યા હતા. જ્યારે શરીર પર બે ડઝન કરતા પણ વધુ નિશાન મળ્યા છે. કન્હૈયાલાલની હત્યારાઓએ તાલિબાની સ્ટાઈલમાં હત્યા કરી હતી.
શરીર પર બે ડઝન કરતા વધુ ઘા
કન્હૈયાલાલના મૃતદેહના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમના શરીર પર બે ડઝન કરતા વધુ ઘાના નિશાન જોવા મળ્યા છે. રિપોર્ટ મુજબ કન્હૈયાલાલના ગળા પર સાતથી આઠ વખત ઘા કરાયા હતા.
એક હાથ પણ કપાયેલો
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કન્હૈયાલાલનો એક હાથ પણ કપાયેલો છે. તેમના મોતનું મુખ્ય કારણ વધુ પડતું લોહી વહી ગયું તે તથા એક સાથે અનેક નસો કપાઈ ગઈ તે જણાવાયા છે.
અત્રે જણાવવાનું કે ઉદયપુરના ભૂતમહેલ પાસે કન્હૈયાલાલની સુપ્રીમ ટેલર્સ કરીને દુકાન આવેલી છે. મંગળવારે બપોરે ટેલરની દુકાન પર બે યુવકો કપડાં સિવડાવવા માટે આવ્યા હતા અને માપ આપવાના બહાને તેમણે કન્હૈયાલાલની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી. ત્યારબાદ બંનેએ વીડિયો શેર કરીને કહ્યું કે ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ અપાયો. રાજસ્થાન એસઆઈટીએ આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેમના નામ મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ છે.
Udaipur Kanhaiyalal Murder Case: ઉદયપુર હત્યા કેસનું પાકિસ્તાન કનેક્શન નિકળ્યું, NIA ને તપાસ સોંપાઈ
Udaipur Murder Case: કન્હૈયાલાલના પરિવારનો ગંભીર આરોપ, CCTV કરાયા હતા બંધ, પોલીસે કાર્યવાહી ન કરી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube