Udaipur Murder Case: કન્હૈયાલાલના પરિવારનો ગંભીર આરોપ, CCTV કરાયા હતા બંધ, પોલીસે કાર્યવાહી ન કરી
રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. સુરક્ષા કારણોસર પ્રશાસને અનેક જિલ્લામાં કરફ્યૂ લાગૂ કર્યો છે. આ મામલે જેહાદી ગ્રુપના સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
Trending Photos
Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્મમ હત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં અલર્ટ છે. આ ઘટના બાદ રાજ્યમાં અનેક જગ્યાએ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે. સુરક્ષા કારણોસર પ્રશાસને અનેક જિલ્લામાં કરફ્યૂ લાગૂ કર્યો છે. આ મામલે જેહાદી ગ્રુપના સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જેના પગલે NIA ના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ઉદયપુર મોકલવામાં આવી છે. આઈબીના અધિકારીઓ કેન્દ્રીય એજન્સીની સાથે મળીને ઘટનાની તપાસ કરશે. આ ઘટના અંગે એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. એવું કહેવાય છે કે દરજી કન્હૈયાલાલે 15 જૂનના રોજ પોલીસને પત્ર લખીને પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને સુરક્ષા માંગી હતી. જો કે પોલીસ તરફથી કોઈ પગલું ભરાયું નહીં.
પરિજનોના ગંભીર આરોપ
મૃતક કન્હૈયાલાલના પરિજનોએ પોલીસ પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે ફરિયાદ બાદ પણ કાર્યવાહી થઈ નહીં. દુકાનના સીસીટવી બંધ કરાયા હતા. ઘટના બાદ કન્હૈયાલાલના ઘરની બહાર પ્રદર્શન કરાયું હતું. પરિજનોએ આ મામલે ન્યાયની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે બંને આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ.
NIA ને સોંપાઈ તપાસ
આ મામલે હવે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય તપાસ એજન્સીને આદેશ આપ્યા છે કે તેઓ આ કેસની તપાસ પોતાના હાથમાં લઈ લે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે આ મામલામાં કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ થશે.
MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated: HMO India pic.twitter.com/ZWxTa01rMC
— ANI (@ANI) June 29, 2022
ઉદયપુર મામલે અત્યાર સુધીના લેટસ્ટ અપડેટ....
- સીએમ અશોક ગહેલોત આજે જયપુર પહોંચશે. અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. તેમણે ઉદયપુરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને હુમલાખોરોના નેટવર્કની તપાસ માટે SIT ની રચના કરીને જયપુર મોકલી છે. 2 મંત્રીને પણ ઉદયપુર મોકલ્યા. હુમલાખોરોના આંતરરાષ્ટ્રીય કનેક્શનની પણ તપાસ થશે.
રાજસ્થાનમાં દરજીની બે વિધર્મી યુવકોએ ગળુ કાપીને કરી હત્યા, CM અશોક ગહેલોતે આપ્યું મોટું નિવેદન...@ashokgehlot51 #Udaipur #JusticeForKanhaiyaLal #ZEE24Kalak pic.twitter.com/84WO20dTSV
— Zee 24 Kalak (@Zee24Kalak) June 29, 2022
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ કહ્યું કે કોઈ પણ ધર્ના પવિત્ર વ્યક્તિઓનું અપમાન કરવું એ એક ગંભીર ગુનો છે. ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ ઈસ્લામના પવિત્ર પયગંબર અંગે જે અપમાનજનક શબ્દો કહ્યા છે તે મુસલમાનો માટે અત્યંત દુખદાયી છે. આ સાથે જ સરકારની તેના પર કોઈ કાર્યવાહી ન કરવી એ તેમના જખમ પર મીઠું ભભરાવવા જેવું છે. પરંતુ આમ છતાં કાયદો પોતાના હાથમાં લેવો અને કોઈ વ્યક્તિને સ્વયં અપરાધી જાહેર કરીને હત્યા કરી દેવી તે નિંદનીય કૃત્ય છે.
- ઉદયપુરમાં એમબી હોસ્પિટલની મોર્ચરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.
- ભીનમાલ અને સાંચોરમાં બજારો બંધ, સંયુક્ત વેપાર સંઘની બેઠકમાં નિર્ણય લેવાયો. પ્રશાસને શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી. સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી અને વીડિયો શેર ન કરવાનો આગ્રહ કર્યો. સુરક્ષા કારણોસર પોલીસ કાફલો તૈનાત.
- પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
- ઉદયપુરમાં કરફ્યૂ લાગેલો છે અને ઈન્ટરનેટ બંધ છે.
- સમગ્ર રાજસ્થાનમાં એક મહિના માટે કલમ 144 લાગૂ છે.
-ધાનમંડી પોલીસ મથકના એએસઆઈ ભંવરલાલ સસ્પેન્ડ કરી દેવાયા છે. ભંવરલાલે જ કન્હૈયાલાલ અને આરોપીઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
- મૃતકના પરિજનોને 31 લાખના વળતરની જાહેરાત કરાઈ છે.
- સરકાર પરિવારના બે સભ્યોને નોકરી આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે