Udaipur Murder Case: પોતાની હત્યા થવાની ભીતિ હતી દરજી કન્હૈયાલાલને, પોલીસને લખ્યો હતો પત્ર, વાંચીને હચમચી જશો

Udaipur Murder Case: પોતાની હત્યા થવાની ભીતિ હતી દરજી કન્હૈયાલાલને, પોલીસને લખ્યો હતો પત્ર, વાંચીને હચમચી જશો

ઉદયપુરમાં ધોળે દિવસે દરજી કન્હૈયાલાલની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં અલર્ટ જાહેર છે. રાજ્યમાં કલમ 144 લાગૂ છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ છે. આ બધા વચ્ચે મૃતક કન્હૈયાલાલનો એક દર્દભર્યો પત્ર સામે આવ્યો છે જેમાં તેણે લગભગ 17 દિવસ પહેલા  ઉદયપુર પોલીસને આ અંગે એક ફરિયાદ કરી હતી. ફરિયાદપત્રમાં કન્હૈયાલાલે તેમની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમણે પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. પોલીસે બંને પક્ષને પોલીસ સ્ટેશન બોલાવીને સમાધાન કરાવ્યું હતું. આ ઘટના બાદ હવે સમાધાન કરાવનારા ધાનમંડી પોલીસ મથકના ASI ભંવરલાલને સસ્પેન્ડ કરી દેવાયા છે. 

કન્હૈયાલાલે લખ્યો હતો પત્ર
મૃતક કન્હૈયાલાલે 15 જૂનના રોજ પોલીસને એક ફરિયાદ પત્ર આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે 5-6 દિવસ પહેલા મોબાઈલ પર ઈન્ટરનેટ દ્વારા તેના પુત્રથી ગેમ રમતા રમતા વોટ્સએપ પર આપત્તિજનક સ્ટેટસ પોસ્ટ થઈ ગયું હતું. મને તેની જાણકારી નહતી કે ન તો મને ફોન ચલાવતા આવડે છે. પરંતુ ત્યારબાદ કેટલાક લોકો તેમની દુકાને આવ્યા અને મોબાઈલથી આપત્તિજનક પોસ્ટ વિશે જાણકારી આપી. ત્યારબાદ મે પોસ્ટ ડિલીટ કરી નાખી. કન્હૈયાલાલે આગળ લખ્યું કે મારા વિરુદ્ધ 11 જૂનના રોજ મારા પાડોશી દ્વારા કેસ દાખલ કરાયો. 

પોલીસ પાસે માંગી હતી સુરક્ષા
કન્હૈયાલાલે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું હતું કે નાઝિમ અને તેની સાથે 5 લોકો તેની દુકાનની રેકી કરી રહ્યા છે. મને દુકાન ખોલવા દેતા નથી. મારી દુકાન ખોલતા જ આ લોકો મને મારી નાખવાની કોશિશ કરશે. નાઝિમે મારો ફોટો સમાજગ્રુપમાં વાયરલ કર્યો છે. બધાને કહી દીધુ છે કે આ વ્યક્તિ જો ક્યાંય પણ દેખાય કે દુકાને આવે તો તેને મારી નાખવો. આ લોકો દબાણ બનાવી રહ્યા છે કે જો મે દુકાન ખોલી તો મને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં કન્હૈયાલાલે નાઝિમ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગી પણ કરી હતી. આ સાથે જ સુરક્ષા પણ માંગી હતી. 

udaipur

પોલીસે કરાવ્યું હતું સમાધાન
આ બાજુ રાજસ્થાનના એડીજી લો એન્ડ ઓર્ડર  હવા સિંહ ઘુમારિયાએ જણાવ્યં કે 11 જૂનના રોજ કન્હૈયાલાલ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ હતી. આરોપ હતો કે કન્હૈયાલાલે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીનો પ્રચાર કર્યો. પોલીસે કેસ દાખલ કરીને કન્હૈયાલાલની ધરપકડ કરી હતી. 11 જૂને જ તેમને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જામીન પર બહાર આવ્યા બાદ 15 જૂને કન્હૈયાલાલે લેખિતમાં ફરિયાદ આપી હતી. તેમણે કહ્યું હતું કે મને મારી નાખવાની ધમકીઓ મળે છે. એસએચઓએ તરત તે લોકોને બોલાવ્યા હતા. જેમણે ધમકી આપી હતી. બંને તરફથી 5-5 લોકોએ સાથે બેસીને સમાધાન કર્યું હતું. બંનેએ કહ્યું હતું કે અમને કોઈ કાર્યવાહી નથી જોઈતી. આથી આગળ કાર્યવાહી કરાઈ નહીં. 17 જૂનના રોજ કન્હૈયાલાલે લેખિતમાં સમાધાન કર્યું હતું. જો કે આમ છતાં આરોપી કપડાં સિવડાવવાના બહાને કન્હૈયાલાલની દુકાને પહોંચ્યા અને તેમની હત્યા કરી નાખી. ઉદયપુરમાં ભૂતમહલ પાસે કન્હૈયાલાલની સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. કન્હૈયાલાલ ગોવર્ધન વિલાસ વિસ્તારના રહીશ હતા. 

ગઈ કાલે થઈ હતી કન્હૈયાલાલની હત્યા
મૃતક કન્હૈયાલાલની ઉદયપુરમાં ભૂતમહેલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન હતી. લગભગ  6 દિવસ બાદ તેમણે મંગળવારે દુકાન ખોલી અને બપોરે બે યુવકો તેમની દુકાને કપડા સિવડાવવાના બહાને આવ્યા. કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાખી. રાજસ્થાન એસઆઈટીએ આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. જેમાંથી એક મોહમ્મદ રિયાઝ અને બીજો આરોપી ગૌસ મોહમ્મદ છે. 

— Manshul Rathodiya (@manshul27) June 28, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news