3 ડિસેમ્બરે થશે ઉદ્ધવ સરકારના કેબિનેટનો વિસ્તાર, અજિત પવાર લેશે ડેપ્યુટી CMના શપથ- સૂત્ર
આજે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને તેમની સાથે 6 મંત્રીઓના શપથ ગ્રહણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે એનસીપી (NCP) દ્વારા અજિત પવાર પણ શપથ લઇ શકે છે, પરંતુ તમામ અટકળો પર વિરામ લગાવતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા તથા પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) કહી દીધું હતું કે નવનિયુક્ત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ગુરૂવારે શપથ લેશે.
મુંબઇ: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)સરકાર દ્વારા બહુમત સાબિત કર્યા બાદ 3 ડિસેમ્બરના રોજ કેબિનેટની તૈયારી છે. સૂત્રોના અનુસાર કેબિનેટ વિસ્તારમાં જ અજિત પવાર (Ajit Pawar) ઉપ મુખ્યમંત્રી પદની શપથ લેશે.
ઉલ્લેખનીય છે કે આજે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને તેમની સાથે 6 મંત્રીઓના શપથ ગ્રહણનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે એનસીપી (NCP) દ્વારા અજિત પવાર પણ શપથ લઇ શકે છે, પરંતુ તમામ અટકળો પર વિરામ લગાવતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા તથા પૂર્વ ઉપ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) કહી દીધું હતું કે નવનિયુક્ત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ગુરૂવારે શપથ લેશે.
જોકે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉપરાંત મહા વિકાસ અઘાડી (શિવસેના-એનીસીપી-કોંગ્રેસ)ના ઘટક દળોમાંથી બે-બે ધારાસભ્યો શપથ લેશે. તેમણે કહ્યું કે નવી સરકારના વિશ્વાસ મત પ્રાપ્ત કર્યા બાદ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે. તેમણે સંકેત આપ્યો છે કે તેમને પછી કેબેનિટમાં સામેલ કરવામાં આવશે.
(Ajit Pawar) હસતાં હસતાં બધા ચોંકાવી દીધા, જ્યારે તેમના પહોંચતાં જ તેમની પિતરાઇ બહેન સુપ્રિયા સુલેએ તેમનું સ્વાગત કર્યું અને તેમને ગળે લગાવી દીધા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube