મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાંના લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે પરંતુ હજુ સરકાર બનાવવા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. પરંતુ સરકાર બનાવવાને લઈને કોઈ સંકેત સામે આવ્યાં નથી. આ બધા વચ્ચે શિવસેનાએ આ સમગ્ર મામલાને નવો વળાંક આપી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં સત્તાની લડાઈ: 'માતોશ્રી' બહાર લાગ્યા આદિત્ય ઠાકરેના પોસ્ટર, 'મારો વિધાયક મારો મુખ્યમંત્રી'


શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. ટોપ પ્રાયોરિટીવાળા આ પત્રમાં તિવારીએ સંઘ પ્રમુખને આગ્રહ કર્યો છે કે તેઓ સરકાર બનાવવાને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે મધ્યસ્થતા કરાવે. જેથી કરીને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદનો સહમતિથી ઉકેલ આવી શકે. આ અગાઉ કિશોર તિવારી તે વખતે પણ ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે અનેક વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના પક્ષમાં અપેક્ષિત પરિણામો ન આવતા તેમણે અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી. 


CM પદની ઘેલછા...શિવસેના હવે NCP સાથે મળીને બનાવશે સરકાર? કોંગ્રેસ બહારથી આપશે ટેકો!


બધા પક્ષો બનાવી રહ્યાં છે રણનીતિ
આ બધા વચ્ચે અમિત શાહ સાથે મુલાકાત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં  બનનારી સરકાર  પર વાત થશે. આ સાથે જ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા ક્યારે જાય તે પણ નક્કી થાય તેવી આશા છે. બેઠક બાદ કોણ સૌથી પહેલા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા જશે અને તેની પાસે રાજ્યમાં સરકાર બનાવવાનો ફોર્મ્યુલા શું હશે તેના ઉપર પણ તૈયારી કરવામાં આવશે. આમ તો શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આજે સવારે નાંદેડ જઈ રહ્યાં છે. ત્યાં તેઓ કમોસમી વરસાદથી ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકની સમીક્ષા કરશે અને ખેડૂતો સાથે વાત કરશે. 


શિવસેના ગમે તેટલા ધમપછાડા કરે પણ BJP માને છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે, જાણો કેમ?


આ બધા વચ્ચે વિપક્ષી જૂથમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ આજે એનસીપી અધ્યક્ષ શરદ પવાર પોતાની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે. એનસીપીની સહયોગી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની પણ બેઠક થઈ શકે છે. કહેવાય છે કે આ બેઠકમાં રાજ્યમાં ભાજપ વગર બનનારી સરકાર પર વિચાર મંથન થશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...