શિવસેના ગમે તેટલા ધમપછાડા કરે પણ BJP માને છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે, જાણો કેમ?
મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ જ છે. સરકાર બનાવવાને લઈને સોમવારે આખો દિવસ બેઠકો ચાલ્યા કરી પરંતુ સ્થિતિ સ્પષ્ટ થઈ નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાને લઈને હજુ પણ ખેંચતાણ ચાલુ જ છે. સરકાર બનાવવાને લઈને સોમવારે આખો દિવસ બેઠકો ચાલ્યા કરી પરંતુ સ્થિતિ સ્પષ્ટ થઈ નહીં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. બીજી બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ બાજુ મહારાષ્ટ્રમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી. આ મેળ-મુલાકાતો થવા છતાં રાજ્યની રાજકીય તસવીર સ્પષ્ટ થઈ નથી. જો કે ભાજપને આશા છે કે 8 નવેમ્બર પહેલા સરકાર બની જશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં થયેલી બેઠક બાદ આ સંકેત મળ્યા છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ સીએમ પદ પર સમાધાનના પક્ષમાં નથી. ભાજપ શિવસેનાને ડેપ્યુટી સીએમ પદ આપવા તૈયાર છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ હાલ વેઈટ એન્ડ વોચની રણનીતિ પર કામ કરશે. ભાજપ અલ્પમતમાં સરકાર બનાવશે નહીં. 50-50ના ફોર્મ્યુલા પર ભાજપ સહમત નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ મંત્રાલય વહેંચવા તૈયાર છે. ભાજપ પાસે અપક્ષો અને નાની પાર્ટીઓના ધારાસભ્યો મળીને 121 ધારાસભ્યો છે.
ખાસ વાત એ છે કે શિવસેના સાથે ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે દિલ્હીથી મુંબઈ જઈને અનેક દિવસો સુધી કેમ્પ કરનારા બંને મહાસચિવ સરોજ પાંડે અને ભૂપેન્દ્ર યાદવ પણ દિલ્હી પાછા આવી ગયા છે. કહેવાય છે કે પાર્ટીની શિવસેના સાથે પદોની લેવડ દેવડને લઈને છેલ્લા સ્તરની વાતચીત થયા બાદ બંને નેતાઓએ હવે દિલ્હીમાં દસ્તક આપી છે.
ભાજપના એક રાષ્ટ્રીય પદાધિકારીએ જણાવ્યું કે "એકલા દેવેન્દ્ર ફડણવીસનું દિલ્હી જઈને અધ્યક્ષ અમિત શાહને મળવું એ સંકેત આપે છે કે ટોચના નેતૃત્વએ સરકાર બનાવવાની કવાયતનો ફોર્મ્યુલા સમજાવીને બધી જવાબદારી હવે તેમના પર છોડી દીધી છે. દેવેન્દ્ર ફડણવીસ જ હવે શિવસેના સાથે બધુ નક્કી કરશે અને હાલની પરિસ્થિતિઓને ઉકેલશે. સંકેત મળી રહ્યાં છે કે મંગળવાર સુધીમાં શિવસેના સાથે ગૂંચવાડો દૂર થઈ શકે છે. આઠ નવેમ્બર સુધીમાં સરકાર બની જાય તેવી આશા છે."
જુઓ LIVE TV
ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીએ એમ પણ કહ્યું કે શિવસેના સરકારમાં સામેલ થવાથી શું મળશે તે બધુ તેમને અધિકૃત સ્તરે જણાવી દેવાયું છે. જો શિવસેનાએ આ બધા વચ્ચે કોઈ પેચ ફસાવ્યો તો ભાજપ કાં તો અલ્પમતની સરકાર બનાવશે અથવા તો રાષ્ટ્રપતિ શાસન લગાવવા સિવાય કોઈ ઉપાય નહીં રહે.
તેમણે કહ્યું કે "તમને યાદ હશે કે 2014માં ભાજપે 122 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવી હતી. ત્યારબાદ વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા ટાંકણે શિવસેના સરકારમાં સામેલ થઈ હતી. અંતર બસ એટલું જ છે કે ત્યારે એનસીપીએ રાજ્યમાં ફરીથી ચૂંટણીની ઝંઝટથી બચવા માટે ભાજપને બહારથી સમર્થન આપ્યું હતું."
સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ્યમાં કમોસમી વરસાદનો માર ઝેલી રહેલા ખેડૂતોના પાક નિષ્ફળ જવાથી કેન્દ્ર પાસે સહાયતા માંગવાના બહાને દિલ્હી પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસની ગૃહમંત્રી તથા પાર્ટી અધ્યક્ષ સાથેની મુલાકાતમાં સરકાર બનાવવાના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ ગયેલી છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે 'શિવસેનાની છેલ્લી હા કે ના પર જ ભાજપનું હવે પછીનું પગલું નિર્ભર રહેશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે