મુંબઇ: રાજદ્રોહ કાયદો હટાવવા કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની ટીકા કરતા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, આવા લોકોને ચૂંટણી લડવા દેવી જોઇએ નહીં. શિવસેના ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે મુંબઇની નજીક કલ્યાણમાં એક રેલીનું સંબોધન કરતા ઠાકરેએ કહ્યું કે, વિપક્ષ માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એક હિન્દુત્વ સંગઠનને બહાર કરવામાં જ ઇચ્છે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: જાણો દિલ્હીના ઉમેદવારોમાં કોણ છે સૌથી વધારે અમીર


તેમણે કહ્યું કે, ‘જો કોઇ રાષ્ટ્રવિરોધી ગતિવિધિમાં સામેલ છે તેને છોડવામાં આવશે નહીં. તેમને ફાંસી પર લટકાવી દેવા જોઇએ.’


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


BJPએ વધારે એક 'સેલિબ્રિટી'યાદી જાહેર, સની દેઓલ,કિરણ ખેર સહિતનાનો સમાવેશ


શિવસેનાએ લોકસભા ઉમેદવાર રાજન વિચારે માટે વોટની અપિલ કરતા થાણા જિલ્લામાં એક રેલીનું સંબોધન કરતા ઠાકરેએ કહ્યું કે, વર્તમાન સરકારે બોર્ડર પર જવાનોને મજબૂત કર્યા અને તેમને પૂછ્યું કે વિપક્ષ કેમ સર્જિકલ અને હવાઇ હુમલા પર સવાલ કરી રહ્યું છે. ઠાકરેએ કહ્યું કે, ‘જો અમે (ભાજપ-શિવસેના) લડતા રહેતા તો અમે આપણા દેશના દુશમન બની જતા.’


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...