પંઢરપુરઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને જે કારમી હારનો સામનો કરવો પડ્યો છે તેના અંગે ઉદ્ધવ ઠાકરેએ તીખા વેણ કહ્યા છે. મિઝોરમ અને તેલંગાણામાં સ્થાનિક પક્ષોએ રાષ્ટ્રીય પક્ષોને મ્હાત આપી છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, હું આ પાર્ટીઓને અભિનંદન પાઠવું છું. છત્તીસગઢના લોકોએ પોતાને ત્યાં ગંદકી સાફ કરકી છે. જે કામ મિઝોરમ અને તેલંગાણાના લોકોએ કર્યું એવું કામ મહારાષ્ટ્રના લોકોએ પણ કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યામાં રામ મંદિર અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, જે કુંભકર્ણ ઊંઘેલો છે, તેને જગાડવા માટે અયોધ્યા ગયો હતો. પંઢરપુરમાં પણ આ કામ માટે જ આવ્યો છું. રામ મંદિરનું નિર્માણ અમે કરીશું. હું હવે અયોધ્યા પછી વારાણસી જવાનો છું. સમગ્ર દેશમાં ફરીશ. દુષ્કાળનું આકલન કરવા માટે જે કેન્દ્રીય ટીમ આવી હતી તે એક્સપ્રેસ ટ્રેનમાં આવી અને ફટાફટ પાછી જતી રહી. વડા પ્રધાન આખી દુનિયામાં ફરે છે, મહારાષ્ટ્રમાં આવો તો તમને પુણ્ય મળશે. વડા પ્રધાન કહે છે કે, ખેડૂતોની કમાણી બમણી કરી દેશે. કેટલા વર્ષમાં, 2022માં. ત્યાર પછી કહેશે આ તો એક જુમલો હતો. 


PHOTO : શ્રીનગરમાં 11 વર્ષની સૌથી ભારે હિમવર્ષા, ફરી પાછી આવશે હાડ ધ્રુજાવતી ઠંડી


ઉદ્ધવે જણાવ્યું કે, રાફેલ ખરીદીમાં ગોટાળો થયો છે. કહેવાય છે કે કોર્ટે ક્લીન ચીટ આપી છે, પરંતુ કેવી રીતે એ ખબર નથી. જે સૈનિકો પોતાના પ્રાણ ન્યોછાવર કરીને દેશની સુરક્ષા કરે છે તેમના પગારમાં વધારો કરવાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.  એટલે કે, તમે પગાર વધારતા નથી અને રાફેલ ખરીદીમાં ગોટાળો કરો છો. મોટા ઉદ્યોગોના દેવામાફ થાય છે, જ્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં ગલ્લાં-તલ્લાં કરવામાં આવે છે?


રૂ.32 હજારના દેવામાફીની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી એક પણ ખેડૂતનું દેવું માફ થયું નથી. કૃષી વિમો મળ્યો નથી. સાઈનાથ કહે છે કે, કૃષી વિમો પણ રાફેલ ગોટાળા જેવો છે. જો અન્યાય સામે બોલવું પાપ છે તો હું આ પાપ કરતો રહીશ.


હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરો ખરીદી, જાન્યુઆરીથી શરૂ થશે નવી સેવા 


ઉદ્ધવે જણાવ્યું કે, કૃષિ વીમામાં 12 ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પણ એક રાફેલ ગોટાળા જેવું જ મોટું કૌભાંડ છે. ઘણી બધી આશાઓ સાથે આપણે સરકારને બદલી હતી, પરંતુ તેના બદલામાં આપણને કશું જ મળ્યું નથી. નીતીશ કુમાર પણ સંઘમુક્ત ભારત બનાવવાની વાત કરતા હતા, તેમણે પણ ભાજપ સાથે હાથ મિલાવી લીધા છે. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...