નવી દિલ્હી: દેશના પ્રમુખ મજૂર સંગઠનો (Labour Organisations)એ મિનિમમ વેજ લિમિટ (Minimum Wage Limit) વધારીને 21000 રૂપિયા, કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ ન્યૂનતમ પેન્શન 6,000 રૂપિયા અને 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ મુક્ત કરવાની માગણી કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ((Nirmala Sitharaman) ની સાથે બજેટ પૂર્વની બેઠકમાં કર્મચારી નેતાઓએ કહ્યું કે સરકારે રોજગારીની તકો વધારવા ઉપર પણ વિચારવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી: PM મોદીની 22 ડિસેમ્બરના રોજ રામલીલા મેદાનમાં રેલી, આતંકી હુમલાનું જોખમ 


મજૂર સંગઠનના પ્રતિનિધિઓએ ઈપીએફઓમાં કવર કંપનીઓમાં હાલ 20 કર્મચારીઓની જગ્યાએ 10 કર્મચારીવાળી કંપનીઓને ઈપીએફઓમાં લાવવાની માગણી પણ કરી છે. આ સાથે જ તેમણે ગ્રેજ્યુઈટી માટે કર્મચારી દ્વારા અપાયેલી સેવાના પ્રત્યેક વર્ષ માટે 15 દિવસના વેતનની જગ્યાએ 30 દિવસના વેતનને આધાર પર ગણવાની માગણી કરી. તેમણે એમ પણ કહ્યું કે સરકારે આધાર જોડવાને અનિવાર્ય બનાવવું જોઈએ નહીં.


નાગરિકતા કાયદા અને NRC અંગે 13 અત્યંત મહત્વના સવાલ, જેના જવાબ તમારે જાણવા જરૂરી છે


તેમણે વેતનભોગી તબક્કા અને પેન્શનભોગી માટે આવકવેરા છૂટ મર્યાદાને 10 લાખ રૂપિયા વાર્ષિક સુધી વધારવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા મર્યાદાને વધારીને 8 લાખ રૂપિયા કરવી જોઈએ. તેમણે કહ્યું કે આવાસ, ચિકિત્સા, અને શિક્ષણ સુવિધાઓ જેવા તમામ પ્રકારના બેનિફિટને સંપૂર્ણ રીતે આવકવેરામાંથી છૂટ મળવી જોઈએ. 


Citizenship Amendment Act: વિરોધ કરવામાં ભાન ભૂલ્યા CM મમતા બેનરજી, કરી જનમત સંગ્રહની માગણી


કર્મચારી નેતાઓએ નાણામંત્રી પાસે માગણી કરી કે સરકારી વિભાગો, રેલવે, પીએસયુ, અને બીજા યુનિટોમાં ખાલી પદોની  ભરતી થવી જોઈએ. સંગઠનોએ ફાઈનાન્સ મિનિસ્ટર પાસે એવી પણ માગણી કરી કે નોકરી પર લાગેલી રોક અને સરકારી પદોમાં કાપ હોવા જોઈએ નહીં. 


જુઓ LIVE TV


ZEE NEWS સાથે વાતચીતમાં કાયદામંત્રીઃ "દેશના કોઈ પણ મુસ્લિમ નાગરિકને ભગાવાશે નહીં"


સંગઠનોએ કહ્યું કે સરકારે સાર્વજનિક ઉપક્રમોના સીધા વેચાણથી દૂર રહેવું જોઈએ અને સ્ટીલ, કોલસા, ખનન, ભારે એન્જિનિયરિંગ, ઔષધિ, નાગરિક ઉડ્ડયન નાણાકીય સંસ્થાઓ સહિત તમામ મજબુત ઉપક્રમોની રણનીતિક વેચાણથી દૂર રહેવું જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube