દેશમાં કોરોનાના અત્યાર સુધી 138 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ મામલાની પુષ્ટિ, દેશભરમાં 54 હજાર લોકો સર્વેલન્સ પર
કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે આઈસીએમઆરની અપીલ છે કે ખાનગી લેબ પણ કોવિડ-19નો ટેસ્ટ ફ્રીમાં કરે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધી 138 મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 114 ભારતીય અને 24 વિદેશી નાગરિક છે. મુંબઈ અને પિંપરી-ચિંચવાડમાં મંગળવારે 1-1 યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્ને યુવક અમેરિકાથી પરત આવ્યા હતા. રાજ્યમાં પીડિતોનો આંકડો હવે 41 થઈ ગયો છે. તો દેશમાં ત્રણ લોકોના મોત થયા છે. મુંબઈમાં મંગળવારે 64 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા કલબુર્ગીમાં 63 વર્ષના એક વ્યક્તિ અને દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું મોત થયું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ
કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે આઈસીએમઆરની અપીલ છે કે ખાનગી લેબ પણ કોવિડ-19નો ટેસ્ટ ફ્રીમાં કરે. તમામ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ઓફિસ પરિસરમાં સેનિટાઇઝરની વ્યવસ્થા અને સેનિટાઇઝેશનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે મંત્રાલયે જણાવ્યું કે, અમે ઇરાનથી લોકોને બહાર કાઢ્યા છે. ઇટાલી પણ સ્પેશિયલ ટીમ મોકલવામાં આવી છે, ત્યાંના લોકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઈરાનમાં ભારતીયોની મદદ માટે આપણી એમ્બેસી સારૂ કામ કરી રહી છે. ઈરાનની સરકારની મદદથી ત્યાં ભારતીય એમ્બેસી કામ કરી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube