કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસ પર ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે મમતા બેનર્જી સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા જેપી નડ્ડાના કાફલા પર થયેલો હુમલો ન માત્ર ભાજપના અધ્યક્ષ પર હુમલો છે. આ બંગાળની અંદર લોકતંત્રની વ્યવસ્થા પર હુમલો છે. ભાજપના કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે, અમે હિંસાનો જવાબ લોકશાહીની રીતે આપીશું અને આવનારી ચૂંટણીમાં આ સરકારને હરાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે કહ્યુ કે, થોડા દિવસ પહેલા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બંગાળના પ્રવાસ પર આવ્યા તો તેમના પર ટીએમસી કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો, તેની ભાજપ નિંદા કરે છે અને હું વ્યક્તિગત રૂપથી તેની નિંદા કરુ છું. ટીએમસી કાર્યકર્તાઓ તરફથી કરવામાં આવેલો હુમલો ન માત્ર ભાજપના અધ્યક્ષ પર હુમલો છે. આ બંગાળની અંદર લોકતંત્રની વ્યવસ્થા પર હુમલો છે. તેની જવાબદારી ટીએમસી સરકાર અને તેના કાર્યકર્તાઓની છે. 


અમિત શાહનો હુંકાર, દીદી ચૂંટણી મેદાનમાં આવી જાવ, આ વખતે કમળ જ ખિલશે  


આવો રોડ શો જીવનમાં નથી જોયો- શાહ
રોડ શોમાં હાજર રહેલી અપાર ભીડ જોઈને ગદગદ અમિત શાહે કહ્યુ કે, તેમણે ઘણા રોડ શો કર્યા છે અને જોયા છે, પરંતુ આવો રોડ શો જીવનમાં જોયો નથી. અમિત શાહે કહ્યુ કે, આજે સ્પષ્ટ થઈ ગયું કે બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે. અમિત શાહે કહ્યુ કે, જનતા નક્કી કરી ચુકી છે કે આગામી વખતે ભાજપને સત્તા આપશે. ગૃહ મંત્રીએ કહ્યુ કે, મમતા દીદી પ્રત્યે લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube