નવી દિલ્હીઃ દેશમાં આજે કોરોના વાયરસને હરાવવા માટે વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને 45થી વધુ ઉંમરના બીમારી ગ્રસ્ત લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પણ એમ્સ પહોંચીને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અનેક નેતાઓએ લીધી વેક્સિન
દેશમાં આજથી શરૂ થયેલા વેક્સિનેશનના તબક્કામાં સૌ પહેલા પીએમ મોદીએ વેક્સિન લીધી હતી. ત્યારબાદ અનેક નેતાઓ વેક્સિન લઈ રહ્યાં છે. આ કડીમાં ગૃહ મંત્રી અમિત શાહે પણ વેક્સિનનો ડોઝ લીધો છે. તો વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. 


... જ્યારે વેક્સિન લેવા દરમિયાન PM મોદીએ નર્સને કહ્યુ- નેતા જાડી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો


ઉપરાષ્ટ્રપતિએ લગાવડાવી વેક્સિન
પીએમ મોદી બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Vice President Venkaiah Naidu) એ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હવે બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. રસી લીધા બાદ નાયડૂએ કહ્યુ કે, રસીકરણના આ તબક્કામાં પાત્ર બધા નાગરિકોને અપીલ કરુ છું કે કોરોના વાયરસ વિરુદ્ધ અભિયાનમાં આગળ વધીને સામેલ થાય અને રસીનો ડોઝ લે. 


આ પણ વાંચોઃ Exclusive Video: PM Modi સામાન્ય વ્યક્તિની માફક પહોંચ્યા AIIMS, આપ્યો મોટો સંદેશ


નીતીશ કુમાર, નવીન પટનાયકે લીધી વેક્સિન
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તો એનસીપી નેતા શરદ પવારે પણ વેક્સિન લીધી છે. તો રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વેક્સિન લગાવવાના સવાલ પર કહ્યુ કે, મારી ઉંમર 70 વર્ષથી ઉપર છે. તમારે તેને યુવાઓને આપવી જોઈએ, જેની પાસે લાંબુ જીવન છે. મારી પાસે જીવવા માટે હજુ 10-15 વર્ષ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube