Social Distancing : કેબિનેટ બેઠકમાં અંતર જાળવીને બેસ્યા પીએમ મોદીના મંત્રીઓ
કોરોના વાયરસના કહેર (Corona Virus) વચ્ચે પીએમ મોદીની કેબિનેટ બેઠકમાં અલગ જ નજારો જોવા મળ્યો છે. તમામ મંત્રી ઓછામાં ઓછા 1 મીટરના અંતર પર બેસેલા જોવા મળ્યા. સામાજિક અંતરનુ અહી ખાસ રીતે પાલન કરવામાં આવ્યું. હકીકતમાં, કોરોના વાયરસના બચાવનો એકમાત્ર ઉપાય એકબીજાથી ઓછામાં ઓછું 1-2 મીટરનું સામાજિક અંતર (Social Distancing) બનાવી રાખવાનું હોવાનું કહેવામાં આવે છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેથી પીએમ મોદી (Narendra Modi) એ કાલે રાત્રે રાષ્ટ્રના સંબોધનમાં લોકોને ઘરની અંદર અને ભીડભાડથી બચીને રહેવા માટે પરસ્પર અંતર રાખવાનું કહ્યું છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસના કહેર (Corona Virus) વચ્ચે પીએમ મોદીની કેબિનેટ બેઠકમાં અલગ જ નજારો જોવા મળ્યો છે. તમામ મંત્રી ઓછામાં ઓછા 1 મીટરના અંતર પર બેસેલા જોવા મળ્યા. સામાજિક અંતરનુ અહી ખાસ રીતે પાલન કરવામાં આવ્યું. હકીકતમાં, કોરોના વાયરસના બચાવનો એકમાત્ર ઉપાય એકબીજાથી ઓછામાં ઓછું 1-2 મીટરનું સામાજિક અંતર (Social Distancing) બનાવી રાખવાનું હોવાનું કહેવામાં આવે છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેથી પીએમ મોદી (Narendra Modi) એ કાલે રાત્રે રાષ્ટ્રના સંબોધનમાં લોકોને ઘરની અંદર અને ભીડભાડથી બચીને રહેવા માટે પરસ્પર અંતર રાખવાનું કહ્યું છે.
Social Distancingનો ગુજરાતનો આ પ્રયોગ આખા દેશમાં વખાણાઈ રહ્યો છે
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં 14 એપ્રિલ એટલે કે 21 દિવસ માટે સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની સાઈકલ તોડવા માટે આ 21 દિવસ બહુ જ જરૂરી છે. જો આ 21 દિવસ સંભાળી લેવામાં ન આવ્યા તો અનેક પરિવાર તબાહ થઈ જશે. તેમણે કહ્યું કે, આ લોકડાઉનને સંપૂર્ણ રીતે કરફ્યૂ જ સમજો. પીએમ મોદીએ રાષ્ટ્રના નામ સંબોધનમાં કહ્યું કે, હિન્દુસ્તાનને બચાવવા માટે, દરેક નાગરિકને બચાવવા માટે, તમારા પરિવારને બચાવવા માટે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. દેશનાદ રેક રાજ્ય, દરેક કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી-મહોલ્લામાં લોકડાઉન કરવામાં આવી રહ્યો છે. એક તરફથી કરફ્યૂ જ છે. તે જનતા કરફ્યૂથી વધીને છે.
ગુજરાતમાં કુલ 38 કોરોના પોઝિટિવ કેસ, મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવા સરકારની અપીલ
કનિકાએ ત્રીજીવાર કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, ચોંકાવનારો છે નવો રિપોર્ટ
સ્વાસ્થય મંત્રાલય દ્વારા બુધવારે સવારે 9.15 કલાકના અપડેટ અનુસાર, અત્યાર સુધી એરપોર્ટ પર 15,24,266 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. દિલ્હીના જે બીજા દર્દીનું મોત થયું છે. તેમાં કોરોના વાયરસ નેગેટિવ હોવાનું સામે આવ્યું છે. કોરોના કહેરથી સમગ્ર દુનિયામાં તબાહી મચી ગઈ છે. દુનિયાભરમાં આ વાયરસના સંક્રમણથી ચાર લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 18900થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે કે આ બીમારીથી પીડિત અંદાજે 1,09,100 લોકો સ્વસ્થ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર