નવી દિલ્હી: PM Cares Fundને સુપ્રીમ કોર્ટ (Supreme Court) માંથી લીલી ઝંડી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પ્રેસ કોન્ફરન્સ કરીને કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર ગંભીર આરોપ લગાવ્યાં. તેમણે કહ્યું કે આજે PM Cares Fund પર મહોર  લાગી ગઈ છે. રાહુલ ગાંધીએ પહેલા દિવસથી કોરના વિરુદ્ધ લડાઈમાં દેશની એક્તાને નબળી પાડવાની કોશિશ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Cares Fund ના પૈસા NDRF ફંડમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી


કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે PM Cares Fundથી અત્યાર સુધીમાં 3100 કરોડ રૂપિયા ખર્ચ કરાયા છે. તેમાંથી બે હજાર કરોડ રૂપિયા વેન્ટિલેટર માટે અપાયા છે જ્યારે 1000 કરોડ રૂપિયા મજૂરો માટે અપાયા છે. વધેલા 100 કરોડ રૂપિયા કોરોનાની વેક્સિન બનાવવા માટે અપાયા છે. અત્યાર સુધીમાં 50 હજાર વેન્ટિલેટર ખરીદી ચૂકાયા છે. PM Cares Fund એક રજિસ્ટર્ડ પબ્લિક ટ્રસ્ટ છે. તે કોરોના માટે બનાવવામાં આવ્યું છે. જ્યારે NDRFના કેસમાં એવું નથી. 


ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની AIIMSમાં દાખલ, જીવલેણ કોરોનાને આપી હતી પછડાટ


તેમણે વધુમાં કહ્યું કે PM Cares Fund માં પારદર્શકતાનું પાલન થઈ રહ્યું છે. અમારી સરકાર પ્રમાણિકતાથી કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ મજાક બનાવી દીધી છે. તેમણે લોકડાઉન ઉપર પણ  સવાલ ઉઠાવ્યાં હતાં. જ્યારે પીએમ મોદીએ સમગ્ર દેશને દીવડા પ્રગટાવવાનું આહ્વાન કર્યું તો રાહુલ ગાંધીએ તેના ઉપર પણ સવાલ ઉભા કર્યાં કે તેનાથી શું થશે. રાહુલ ગાંધીએ કોરોના સામેની લડત નબળી પાડવામાં જરાય કસર છોડી નથી.     


D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ 


કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર આરોપ  લગાવતા કહ્યું કે અનેક વાતો પહેલા પણ સામે આવી ચૂકી છે. કઈ રીતે પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહના કાર્યકાળમાં એનડીઆરએફના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ચીન તરફથી પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મદદ મળી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube