કર્ણાટક: કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક (Shripad Naik)ની કારનો એક્સીડેન્ટ (Car Accident) થયો છે. આ અકસ્માત કર્ણાટક (Karnataka)ના કન્નડ જિલ્લામાં થયો છે. અકસ્માતના સમયે તે પોતાના પરિવારના 6 સભ્યો સાથે અંકોલા મંદિરમાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો, જેમાં નાઇકને ઇજા પહોંચી છે. જ્યારે કેન્દ્રીય મંત્રીની પત્ની અને પીએનું મોત નિપજ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Signal ના 6 બેસ્ટ features, જો WhatsApp છોડવા માંગો છો તો જરૂર વાંચો


કેંદ્રીય મંત્રીની પત્ની અને પીએમનું મોત
અંકોલા વહિવટીતંત્રના અનુસાર આ અકસ્માતમાં કેંદ્રીય મંત્રીની પત્ની વિજયા નાઇકના માથામાં ઇજા પહોંચી છે. ત્યારબાદ તેમને અંકોલાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત મંત્રીના પર્સનલ આસિસ્ટેંટનું પણ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. તો બીજી તરફ નાઇકની હાલત ગંભીર છે. જેના લીધે ડોક્ટરોએ તેમને પણજીના બંબોલિમ હોસ્પિટલ (Bambolim Hospital)માં શિફ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

Virat Kohli અને Anushka Sharma બન્યા માતા પિતા, 'લક્ષ્મી'ની થઇ પધરામણી


હાઇવેના બદલે અપનાવ્યો હતો શોર્ટકટ
જાણકારી અનુસાર અંકોલાથી ગોકર્ણનો રસ્તો 80 કિલોમીટરનો છે. પરંતુ આવતી વખતે ડ્રાઇવરે હાઇવેના બદલે શોર્ટકટનો નાનો રસ્તો અપનાવોય હતો જે લગભગ 40 કિલોમીટરનો હતો. તે રસ્તા પર જતી વખતે અકસ્માત સર્જાયો હતો. કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે 'રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઇકને અકસ્માતમાં ઇજા પહોંચી હોવાના સમાચારથી હું સ્તબ્ધ અને અત્યંત દુખી છું. ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત સાથે મારી વાતચીત થઇ છે. શ્રીપદજીની સારવારની વ્યવસ્થા રાજ્ય સરકર કરી રહી છે. ઇશ્વરને પ્રાર્થના છે કે શ્રીપદજી જલદી સ્વસ્થ થઇ જાય. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube