Virat Kohli અને Anushka Sharma બન્યા માતા પિતા, 'લક્ષ્મી'ની થઇ પધરામણી

તમને જણાવી દઇએ કે 11 ડિસેમ્બર 2017ના રોજ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. ઇટલીમાં થયેલા લગ્નમાં ખૂબ નજીકના મિત્રો અને સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા. 

Updated By: Jan 11, 2021, 04:50 PM IST
Virat Kohli અને Anushka Sharma બન્યા માતા પિતા, 'લક્ષ્મી'ની થઇ પધરામણી

નવી દિલ્હી: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા માતા પિતા બની ગયા છે. અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્યો છે. તમને જણાવી દઇએ કે ખૂબ લાંબા સમયથી વિરાટ અનુષ્કા પોતાના બાળકનો ઇંતઝાર કરી રહ્યા હતા. હવે આખરે તેમના ઘરે કિલકારી ગૂંજી ઉઠી છે. તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી બાળકના જન્મ પહેલાં ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા હતા. 

Virat Kohli અને Anushka Sharma ના ઘરે જન્મ લેશે નાની પરી? જાણો ભવિષ્યવાણી

તમને જણાવી દઇએ કે 11 ડિસેમ્બર 2017ના રોજ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. ઇટલીમાં થયેલા લગ્નમાં ખૂબ નજીકના મિત્રો અને સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા.

વિરાટ કોહલીએ જાહેર કર્યું નિવેદન, કરી અપીલ
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે ''અમે બંનેને આ વાત જણાવતાં ખુશી થાય છે કે આજે બપોરે અમારા ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને પુત્રી, બંને બિલકુલ ઠીક છે. આ અમારું સૌભાગ્ય છે કે અમે જીંદગીના આ ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે આ જરૂર સમજશો કે અત્યારે અમારા બધાને થોડી પ્રાઇવેસી જોઇશે.'

તમને જણાવી દઇએ કે સમાચાર આવ્યા બાદ વિરાટ અને અનુષ્કાના ફેન્સ વચ્ચે ખુશીનું મોજું ફરી વળ્યું છે. તાજેતરમાં જ વિરાટ અને અનુષ્કા રેગુલર ચેકઅપ માટે જતાં સ્પોટ કરવામાં આવ્યા હતા. પુત્રીના જન્મ બાદ વિરાટ અને અનુષ્કાને શુભેચ્છાઓ મળવાનો સિલસિલો પણ શરૂ થઇ ચૂક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube