Signal ના 6 બેસ્ટ features, જો WhatsApp છોડવા માંગો છો તો જરૂર વાંચો
WhatsApp એ તાજેતરમાં જ પ્રાઇવેસી પોલિસી (WhatsApp Privacy Policy)ને અપડેટ કરી છે. સાથે જ ફેસબુક (Facebook)એ સ્પષ્ટ કરી દીધું છે કે હવે WhatsApp પરથી તમારી ઘણી અંગત જાણકારીઓ બીજા સોશિયલ મીડિયા એપ્સ (Social Media Apps) ની સાથે પણ શેર કરવામાં આવશે. તાજેતરમાં જ ઘણા યૂઝર્સ WhatsApp છોડીને નવી એપ Signal ને ડાઉનલોડ કરી રહ્યા છે. શું તમે પણ Signal ના ફીચર્સને લઇને થોડા કંફ્યૂઝ છો? આવો જણાવીએ Signal App ના 6 એકદમ જોરદાર ફીચર્સ.
End-to-end encryption
પ્રાઇવેસીને લઇને WhatsApp ની માફક જ Signal પણ તમને End-to-end encryption ની સુવિધા આપે છે. એટલે કે મેસેજને Sender અને Recieverના ઉપરાંત કોઇ બીજું વાંચી ન શકે.
Group Chat
WhatsApp ની માફક તમે Signal એપમાં પણ Group બનાવી શકે છે. પોપુલર મેસેજિંગ એપની માફક જ સિગ્નલમાં પણ તમે ઘણા લોકોને એડમીન બનાવી શકો છો. આ ઉપરાંત Group info પણ એડિટ કરી શકો છો.
Media sharing
તમે Signal App માં ફોટો અને વીડિયો ફાઇલ પણ શેર કરી શકો છો. બીજા મેસેજિંગ એપ્સની માફક જ Signal પણ દરેક પ્રકારના ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે.
Desktop support
તમે ફક્ત મોબાઇલમાં જ નહી પરંતુ લેપટોપ અને ડેસ્કટોપ વડે પણ આ એપનો ઉપયોગ કરી શકો છો.
Audio messages
મેસેજને ટાઇપ કરવાના બદલે તમે ઓડિયો મેસેજ પણ મોકલી શકો છો.
Calling support
જેમ કે તમે WhatsApp વડે ઓડિયો અથવા વીડિયો કોલિંગ કરીએ છે, એવી જ રીતે Signal પણ તમને કોલિંગ સપોર્ટ આપે છે.
Trending Photos