નવી દિલ્હીઃ Guidelines for international passengers arriving into India: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારત આવનારા યાત્રીકો માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. હવે આંતરરાષ્ટ્રીય પેસેન્જરોએ પહોંચ્યા બાદ 7 દિવસ પેડ ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. ત્યારબાદ આગામી 7 દિવસ તે હોમ આઇસોલેશનમાં રહેશે. કેટલાક મામલામાં છૂટ આપવામાં આવશે જેમ કે- માનવ સંકટ, ગર્ભવતી મહિલાઓ, પરિવારમાં કોઈનું મૃત્યુ કે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે માતા-પિતા માટે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીન જરૂરી હશે નહીં. તેને ખુદ 14 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવશે. આ નવી ગાઇડલાઇન 8 ઓગસ્ટથી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છૂટ જોઈએ તો શું કરવુ?
ફરજીયાત ક્વોરેન્ટીનમાંથી છૂટ મેળવવા માટે યાત્રીકોને ઓનલાઈન પોર્ટલ પર બોર્ડિંગથી પહેલા ઓછામાં ઓછા 72 કલાક પહેલા એપ્લાઈ કરવું પડશે. સરકાર તે વિનંતી પર અંતિમ નિર્ણય કરશે. ક્વોરેન્ટીનમાંથી છૂટ માટે અરાઇવલ પર નેગેટિવ  RT-PCR ટેસ્ટ રિપોર્ટ પણ દેખાડવો પડશે. પરંતુ આ ટેસ્ટ યાત્રાના 96 કલાકની ટાઇમલાઇન વચ્ચે થયેલો હોવો જોઈએ. પરંતુ રાજ્યોને તે છૂટ આપવામાં આવી છે કે તે ક્વોરેન્ટીન અને આઇસોલેશન પર પોતાનો અલગ પ્રોટોકોલ બનાવી શકે છે. 


બીસીજી વેક્સિનથી ધીમી થઈ જાય છે કોરોના ઇન્ફેક્શનની ગતી, નવા અભ્યાસમાં દાવો


કાર્ગો અને વંદે ભારત મિશન પર પ્રતિબંધ નહીં
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પ્રતિબંધને આગળ તે માટે વધાર્યો કારણ કે અધિકારીઓને લાગે છે કે આંતરરાષ્ટ્રીય ઓપરેશન શરૂ કરતા પહેલા ભારતને તૈયાર થવામાં વધુ સમય લાગશે. પરંતુ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન પર પ્રતિબંધ નથી. ન તો DGCAથી અપ્રૂવ ફ્લાઇટ પર પ્રતિબંધ છે. સાથે વંદે ભારત મિશન હેઠળ ઉડનારી ફ્લાઇટ જારી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube