બીસીજી વેક્સિનથી ધીમી થઈ જાય છે કોરોના ઇન્ફેક્શનની ગતી, નવા અભ્યાસમાં દાવો

ભારત અને ચીન જેવા દેશ, જ્યાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં બીસીજી સામેલ છે, તો ડેથ રેટ ઓછો રહ્યો છે. ડોક્ટરોનો એક વર્ગ માને છે કે કોવિડ સાથે જોડાયેલી પરેશાનીઓથી બીસીજી વેક્સિન બચાવી રહી છે. 
 

બીસીજી વેક્સિનથી ધીમી થઈ જાય છે કોરોના ઇન્ફેક્શનની ગતી, નવા અભ્યાસમાં દાવો

મુંબઈઃ ટીવી માટે ઉપયોગ થનારી બીસીજી વેક્સિન કોરોના વાયરસ વિરુદ્ધ પણ અસર કરી રહી છે. અમેરિકન રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીજી કોઈ કોમ્યુનિટીમાં ઓછામાં ઓછા પહેલા 30 દિવસ ઇન્ફેક્શનનો પ્રસાર ધીમો કરી દે છે. સાયન્સ એડવાન્સેઝ જર્નલમાં છપાયેલા એક રિસર્ચમાં અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સની તરફથી કહેવામાં આવ્યું છે કે જે દેશોમાં બીસીજીની વેક્સિન આપવી ફરજીયાત છે, ત્યાં કોવિડ-19ના આઉટબ્રેકના પ્રથમ 30 દિવસમાં ઓછું ઈન્ફેક્શન અને ઓછો મૃત્યુઆંક નોંધાયો છે. 

ઘણી સંક્રમિત બીમારીથી બચાવે છે બીસીજી રસી
ભારત અને ચીન જેવા દેશ, જ્યાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં બીસીજી સામેલ છે, તો ડેથ રેટ ઓછો રહ્યો છે. ડોક્ટરોનો એક વર્ગ માને છે કે કોવિડ સાથે જોડાયેલી પરેશાનીઓથી બીસીજી વેક્સિન બચાવી રહી છે. ટીવીથી બચવા માટે જન્મના 15 દિવસની અંદર બાળકોને બીસીજીની રસી આપવામાં આવે છે. આ રસી ઘણી અન્ય સંક્રમિત બીમારીથી બચાવે છે. આઠ મહિના પહેલા જ્યારે કોરોના વાયરસનો પ્રસાર શરૂ થયો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી બીસીજી રસીની અસરને લઈને ઘણી ચર્ચા થઈ ચુકી છે. 

અમેરિકાના અભ્યાસમાં 134 દેશોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો. આઉટબ્રેક શરૂ થતાં પહેલા 30 દિવસમાં દરરોજ પોઝિટિવ કેસની સંખ્યા ચેક કરવામાં આવી. શોધકર્તાઓએ કહ્યું, ફરજીયાત બીસીજી રસી અને કોવિડ-19 સંક્રમણ કર્વના ફ્લેટ હોવામાં કનેક્શન જોવા મળ્યું. પરંતુ શોધકર્તાઓએ કહ્યું કે, બીસીજી કોઈ મેજિક બુલેટ નથી. 

ઓસ્ટ્રેલિયામાં કોરોનાની માર, મેલબોર્નમાં ફરી નાઇટ કર્ફ્યૂની જાહેરાત

ડોક્ટરોના જુદા-જુદા અભિપ્રાયો
પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. અનંત ભાગે કહ્યુ કે, આ કહેવું કે બીસીજી વેક્સિન કોવિડ-19ની રક્ષા કરે છે, તો વધુ વૈજ્ઞાનિક લાગતું નથી. તેમણે કહ્યું, હાલમાં આ એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ભારત અને બ્રાઝિલ, જ્યાં બીસીજીની રસી લગાવવામાં આવે છે, આ સમયે ત્યાં મોટી સંખ્યામાં કેસો આવી રહ્યાં છે. ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયનના ડીન ડો. શશાંક જોશીએ કહ્યુ, બીસીજી ઇમ્યુનિટી બનાવવામાં મહત્વપૂર્ણ છે અને કોવિડ રોકવાના રોલમાં, એવું માનવામાં આવી રહ્યું છે. તેમણે પોર્ટુગલનું ઉદાહરણ આપ્યું, જ્યાં બીસીજી રસી લાગે છે, તો પાડોસી સ્પેનમાં કોરોનાના ઘણા વધુ કેસ જોવા મળ્યા. 

મહારાષ્ટ્ર સરકાર કોવિડ 19 દર્દીઓ પર બીસીજી વેક્સિનની અસ્ર જોવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. 18 મેડિકલ કોલેજોમાં 250 દર્દીઓ પર ટ્રાયલ થઈ રહી છે. આગામી બે-ત્રણ સપ્તાહમાં તેના પરિણામ આવી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news