Unlock 5:0 Guidelines: કન્ટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી યથાવત રહેશે લૉકડાઉનઃ ગૃહમંત્રાલય
ગૃહ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, પાછલા મહિનાના દિશા-નિર્દેશો, જેમાં સિનેમા હોલને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી, ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ અને સભાઓમાં પ્રતિબંધોને હાલ 30 નવેમ્બર સુધી ગણવામાં આવશે.
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય દ્વારા કોરોના વાયરસને જોતા અનલૉક-5ની ગાઇડલાઇન જાહેર કરતા પોતાના 30 સપ્ટેમ્બરના આદેશોને બીજીવાર જારી કરવામાં આવ્યા છે. માહિતી આપવામાં આવી કે ગૃહ મંત્રાલયે 30 સપ્ટેમ્બરે જે દિશા-નિર્દેશ જાહેર કર્યાં હતા, તે દિશા-નિર્દેશ હવે 30 નવેમ્બર 2020 સુધી લાગૂ રહેશે.
ગૃહ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, પાછલા મહિનાના દિશા-નિર્દેશો, જેમાં સિનેમા હોલને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી, ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્વિમિંગ પૂલ અને સભાઓમાં પ્રતિબંધોને હાલ 30 નવેમ્બર સુધી ગણવામાં આવશે. પ્રેસ સૂચના બ્યૂરોએ કહ્યું, 'ગૃહ મંત્રાલયે 30.11.2020 સુધી જારી રહેવા માટે પોતાના 30.09.2020ના આદેશોને જારી કર્યાં.'
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલૉક-5.0 દિશા-નિર્દેશોની જાહેરાત 30 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. તે દિશા-નિર્દેશ 1 ઓક્ટોબરથી લાગૂ થયા હતા, જે હવે 30 નવેમ્બર સુધી ચાલશે. આ દિશા-નિર્દેશોમાં શાળા અને કોચિંગ સંસ્થાઓને ખોલવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. સ્કૂલો દ્વારા ઓનલાઇન કક્ષાઓનું આયોજન હજુ યથાવત રહેશે અને કોઈ શાળા વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા માટે દબાવ ન બનાવી શકે.
'ગો કોરોના ગો' નારો આપનાર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કોવિડ પોઝિટિવ
કેન્દ્ર સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અંતિમ નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે, અનલૉક 5.0ની ગાઇડલાઇનને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની સહમતિથી તૈયાર કરવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube