ઉન્નાવ ગેંગરેપ: અમાનવીય ત્રાસ છતા બળાત્કાર પીડિતા અડગ રહેતા BJP ધારાસભ્યએ મરાવી નાખી?
ઉન્નાવ ગેંગરેપ પીડિતાની કાર દુર્ઘટનામાં તેની કાકી અને માસીનું મોત નિપજ્યું છે, અગાઉ પીડિતાનાં પિતાનું જેલમાં મોત થઇ ચુકેલું છે જ્યારે સાક્ષીનુ પણ શંકાસ્પદ મોત થઇ ચુક્યું છે
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની રાજનીતિમાં હડકંપ મચાવનારા ઉન્નાવ ગેંગરેપ ફરી એકવાર સમાચારોમાં છે. ગેંગરેપ પીડિતાની કાર દુર્ઘટનાને કારણે પીડિતાની કાકી અને માસીનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે પીડિતાની સ્થિતી હાલ ગંભીર છે જેના પગલે રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ આ મુદ્દે પીડિતાને સાથે હોવા ઉપરાંત આ મુદ્દો સદનમાં પણ ઉઠાવવાની વાત કરી છે. પીડિત પરિવાર પણ આ ઘટનાને દુર્ઘટના નહી પરંતુ હત્યા કહી રહ્યો છે.
World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ
વિપક્ષી દળોએ પણ કાવત્રાની આશંકા વ્યક્ત કરતા ઘટનાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર આરોપી છે અને સીબીઆઇ આ મુદ્દે તપાસ કરી રહી છે. સેંગર હાલ સીતાપુર જેલમાં છે, પરંતુ પીડિતનાં પરિવારનો આરોપ છે કે તેઓ જ્યારે પણ કચેરીમાં મળતા હતા ત્યારે અમને મારી નાખવાની ધમકી આપતા હતા.
જોખમી TikTok દ્વારા બનવું હતું સુપર સ્ટાર, એવો ફસાયો કે 2 દિવસે માંડ મળ્યો !
Video: PM મોદી જોવા મળશે માનવીય પાસું, જે જાગૃત કરશે વન્યપ્રાણી સંરક્ષણને
પીડિતાએ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવા માટેની અપીલ કરી હતી.
સીબીઆઇના સુત્રો અનુસાર પીડિતાએ દુર્ઘટનાનાં થોડા દિવસો પહેલા જ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવા માટેની માંગ કરી હતી. સીબીઆઇનાં અધિકારીઓએ કેસ ટ્રાન્સફર અંગેની તમામ માહિતી પણ તેને પુરી પાડી હતી. સીબીઆઇએ પીડિતા સાથે થયેલી દુર્ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરપ્રદેશ પોલીસ પાસે આ અંગે અહેવાલ પણ માંગ્યો છે.કેન્દ્રીય તપાસ એજન્સી સમગ્ર ઘટના પર બારીકીથી નજર રાખી રહી છે.
ડિસ્કવરીના ‘Man Vs Wild’ શોમાં જોવા મળશે પીએમ મોદી, ખતરનાક જંગલોમાં થયું શૂટિંગ
હાઇકોર્ટ દ્વારા ઝાટકણી કઢાયા બાદ અને ચોતરફી દબાણ બાદ સીબીઆઇને સોંપાઇ હતી તપાસ
દુષ્કર્મ મુદ્દે ભાજપ ધારાસભ્યનું નામ આવ્યા બાદ બસપા અને કોંગ્રેસ દ્વારા સરકાર પર ચોતરફી પ્રહારો કરી રહ્યા હતા. દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટે પણ સરકારની મુસીબતો વધારી હતી. કોર્ટે આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લેતા આ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો કે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવશે કે નહી.સરકારે ધારાસભ્ય વિરુદ્ધ પુરતા પુરાવા નહી હોવાની દલિલ કરી હતી. કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ધારાસભ્ય પર 4 જુન, 2017નાં રોજ દુષ્કર્મનો આરોપ લાગ્યો. સીટનાં અહેવાલ બાદ 11 એપ્રીલ 2018ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી. આટલો બધો સમય શા માટે લાગ્યો તે અંગે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટમાં આબરૂના ધજાગરા થયા બાદ યોગી સરકારે આ મુદ્દે તપાસ સીબીઆઇને સોંપી હતી. સીબીઆઇએ ધારાસભ્યની ધરપકડ કરીને તપાસ ચાલુ કરી હતી.
સંસદમાં આઝમ ખાને માગી માફી, કહ્યું- ‘ભૂલ થઇ છે, માફી માગુ છું’
સીબીઆઇએ દાખલ કરેલી ચાર્જશીટમાં બે પોલીસ અધિકારીઓની ધરપકડ
સીબીઆઇએ ધારાસભ્ય વિરુદ્ધ ચાર કેસ દાખલ કર્યા. જે પૈકી બે કેસની ચાર્જશીટ 7 અને 11 જુલાઇએ સીબીઆઇએ દાખલ કરી હતી. સીબીઆઇએ પીડિતાનાં પિતાને માર મારીને મારી નાખવાનો કેસ દાખલ કરતા તત્કાલીન પોલીસ સ્ટેશ ઇન્ચાર્જ કામતા પ્રસાદ સિંહ સહિત બે પોલીસ કર્મચારીઓની પણ ધરપકડ કરી હતી.
જયપુરની હોસ્પિટલમાં લાગી આગ, 25 બાળકોનું કરાયું રેસ્ક્યૂ
11થી 20 જુન, 2017 સુધી સામુહિક દુષ્કર્મનો આરોપ
પીડિતાએ બાંગરમઉના ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેના ભાઇ પર 11થી 20 જુન, 2017 વચ્ચે સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ મુત્તે તપાસ એસઆઇટીને સોંપવામાં આવી હતી. સીટે કહ્યું કે, ધારાસભ્યોની વિરુદ્ધ રેપનાં પુરતા પુરાવા નથી મળ્યા. કોર્ટના આદેશ બાદ આ મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓનાં બદલે પોતાનાં પિતાની વિરુદ્ધ કાર્યવાહીથી ક્ષુબ્ધ થયેલી પીડિતાએ મુખ્યમંત્રી આવાસની સામે આત્મદાહનો પ્રયાસ કર્યો હતો.
યૌન શોષણ અને બળાત્કાર મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
શું છે ઉન્નાવ ગેંગરેપની તવારિખ
3 એપ્રીલ, 2018 : ધારાસભ્યનો ભાઇ અને તેનાં સાથીઓ પર પીડિતાના ઘરમાં ઘુસીને પિતાને ઢોર માર માર્યાનો આરોપ
3 એપ્રીલ, 2018 : હાઇકોર્ટે સીબીઆઇને પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું.
5 એપ્રીલ 2018 : આર્મ્સ એક્ટમાં પીડિતાનાં પિતાની ધરપકડ, 14 દિવસની કસ્ટડીમાં મોકલાયા.
9 એપ્રીલ 2018 : પીડિતાનાં પિતાનું પોલીસ કસ્ટડીમાં જ મોત નિપજ્યું.
12 એપ્રીલ 2018 : કેન્દ્રએ ઉત્તરપ્રદેશ પોલીસની ભલામણને મંજુર રાખતા સીબીઆઇ તપાસને મંજુરી આપી. સીબીઆઇએ મોડી રાત્રે ધારાસભ્યની ધરપકડ કરી. યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ગુનેગાર કોઇ પણ હોઇ છોડવામાં નહી આવે. ડીજીપીએ કહ્યું કે, હાલ ધારાસભ્ય માત્ર આરોપી જ છે.
15 એપ્રીલ 2018 :પીડિત પરિવારે આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીસસિંહ સેંગરના સમર્થકોથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું. કાકા અને ભત્રીજો પાંચ દિવસથી ગુમ હોવાનું પણ જણાવ્યું.
17 એપ્રીલ 2018 : આરોપી ધારાસભ્યની વિરુદ્ધ સીબીઆઇએ ચોથી એફઆરઆઇ દાખલ કરી, જજની સામે બંધ રૂમમાં પીડિતાનું નિવેદન નોંધાયું.
18 એપ્રીલ 2018 : સીબીઆઇને પીડિતાનાં પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ ખોટી હોવાનાં પુરાવા મળ્યા.
19 એપ્રીલ 2018 : સરકારે ધારાસભ્યની Y કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી, ઘરેથી પણ સિક્યુરિટી હટાવી દેવાઇ.
1 મે 2018 : પીડિતાનાં પરિવારે પોલીસ પર કેસ સીબીઆઇને સોંપતા પહેલા સેંગરને બચાવવા માટે ફરિયાદ બદલ્યાનો આરોપ લગાવ્યો.
2 મે 2018 : અલ્હાબાદ હાઇકોર્ટમાં સીલબંધ કવર સાથે સીબીઆઇએ પ્રોગ્રેસ રિપોર્ટ રજુ કર્યો.
8 મે 2018 : ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ઉન્નાવથી સિતાપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો.
17 મે 2018 : સીબીઆઇએ પીડિતાનાં પિતાનું કસ્ટોડિયલ ડેથ મુદ્દે બે પોલીસ અધિકારીઓની ધરપકડ કરી
21 મે 2018 : પીડિતાનાં પિતાને આર્મ્સ એક્ટનાં ખોટા કેસમાં ફસાવવામાં સેંગરની સંડોવણીના પુરાવા મળ્યા.
28 જુલાઇ, 2019 : પીડિતાની કાર દુર્ઘટનાગ્રસ્ત, પીડિતાની હાલત ગંભીર અને કાકી તથા માસીનાં મોત.