લખનઉ: કાનપુરના બિકરુ ગામમાં ઘટેલી હિચકારી ઘટનાનો મુખ્ય આરોપી વિકાસ દુબે પાંચ દિવસ વિત્યા છતાં પોલીસની પકડની બહાર છે. આ મામલે ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે આજે પત્રકાર પરિષદ સંબોધી અને અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહી અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે વિકાસ દુબે પકડમાં આવશે. પોલીસ આ મામલે એવી કાર્યવાહી કરશે કે જે સમગ્ર દેશમાં એક ઉદાહરણ તરીકે જોવામાં આવશે. પોલીસકર્મીઓની શહાદત વ્યર્થ નહીં જવા દઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડીજી પ્રશાંતકુમારે કહ્યું કે 2-3 જુલાઈની મધરાતે જ્યારે પોલીસ રેડ પાડવા ગઈ હતી ત્યારે વિકાસ દુબે અને તેના સાથીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો. ઘટના બાદ વિકાસ દુબે બિકરુ ગામથી ભાગી ગયો. 


આ ઘટનામાં વોન્ટેડ અને 50 હજારનો ઈનામી બદમાશ અમર દુબે ઉર્ફે સંદીપ દુબે હમરીપુરના પોલીસ સ્ટેશન હદના મૌહાદામાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો. સ્થાનિક પોલીસ અને એસટીએફે તેને ઠાર કર્યો. તેની પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યાં છે. તેની વિકાસ દુબે સાથે અનેક તસવીરો પણ છે. એક અન્ય અપરાધી શ્યામુ બાજપેયી પણ પકડાયો છે. શ્યામુ ઉપર પણ 50,000 રૂપિયાનું ઈનામ હતું. 


શ્યામુ બાજપેયી પણ પોલીસ કસ્ટડીમાં
એડીજીએ જણાવ્યું કે આ મામલે સંજીવ દુબે અને જહાન યાદવ નામના બે અન્ય આરોપીને પણ પકડ્યા છે. સંજીવ દુબે વોન્ટેડ નથી પણ તેનું નામ આવ્યું છે એટલે પોલીસે તેને પકડ્યો છે. એડીજીએ જણાવ્યું કે કાનપુર શૂટઆઉટમાં એક એકે-47 અને એક વેપન મેળવવાના છે. બે વેપન તે જ દિવસે પોલીસે મેળવ્યાં હતાં. 


ફરીદાબાદમાં 3 પકડ્યા
ફરીદાબાદ હરિયાણામાં અથડામણ દરમિયાન પોલીસે 3 લોકોને પકડ્યા છે. બિકરુ ગામના કાર્તિકેય ઉર્ફે પ્રભાત, કાકુપુર ગામના અંકૂર ઉર્ફે શ્રવણકુમાર, ન્યૂ ઈન્દિરાનગરના બાલપ્રતાપ અંકૂરના પિતા શ્રવણની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી 2003ની જુલાઈની એક ઘટનામાં પોલીસની લૂટેલી 9એમએમની બે સરકારી પિસ્તોલ મળી આવી છે. બે અન્ય પિસ્તોલ અને 44 જીવિત કારતૂસ મળ્યા છે. 


શહાદત વ્યર્થ નહીં જવા દઈએ
ચૌબેપુરના તમામ પોલીસકર્મીઓને ત્યાંથી હટાવી દેવાયા છે. આગળ કાર્યવાહી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે ગૌતમબુદ્ધ નગરમાં એક્સપ્રેસ વે પોલીસ સ્ટેશનમાં એક એનકાઉન્ટર અને બુલંદશહેરના સિયાનામાં પણ ઈનામી બદમાશો પકડાયા છે. કાનપુરની ઘટનામાં સામેલ દરેક આરોપ વિરુદ્ધ કાર્યવાહી થશે. શહાદત વ્યર્થ જવા દઈશું નહીં. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube