નવી દિલ્હીઃ UP Elections: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ઈન્ટરવ્યૂમાં ગઠબંધનના સવાલ પર કહ્યુ કે, આ દરવાજો ભાજપ માટે બંધ છે, તો બાકી પાર્ટીઓ ઈચ્છે તો આગળ આવી શકે છે. આ પહેલાં પ્રિયંકા ગાંધીએ યુવાનો માટે પોતાનો ઢંઢેરો બહાર પાડતી વખતે એક મોટો ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુપીમાં મારા સિવાય કોઈ અન્ય મુખ્યમંત્રીનો ચહેરો છે? તે જ સમયે, ANIને આપેલા ઇન્ટરવ્યુમાં, સીએમ ચહેરા વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ પાર્ટીનો નિર્ણય છે. તે સીએમનો એક માત્ર ચહેરો નથી, આ નિર્ણય પાર્ટી દ્વારા લેવામાં આવે છે. તેણે વધુમાં કહ્યું કે, તમે (મીડિયા) મને વારંવાર આ પ્રશ્નો કેમ પૂછો છો. શું તમે આ પ્રશ્નો અન્ય રાજ્યોમાં ચૂંટણીના પ્રભારીઓને પણ પૂછો છો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઠબંધનના પ્રશ્ન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર હતા પરંતુ આવી કોઈ ચર્ચા થઈ નથી અને અમે એકલા હાથે ચૂંટણી લડી રહ્યા છીએ. એક રીતે તે અમારી પાર્ટી માટે સારું છે. અમે લાંબા સમયથી યુપીમાં ઘણી બધી સીટો પરથી ચૂંટણી લડ્યા નથી. સમાજવાદી પાર્ટી અને ભાજપ એક હદ સુધી એક જ ચેસબોર્ડ પર રમી રહ્યા છે કારણ કે બંનેને એક જ પ્રકારની રાજનીતિથી ફાયદો થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ચૂંટણી પુરી તાકાતથી લડી રહ્યા છીએ. અમે મહિલાઓની સુરક્ષા, વિકાસ, બેરોજગારી માટે આ મુદ્દા ઉઠાવી રહ્યા છીએ. કોંગ્રેસ સંઘર્ષ કરી રહી છે, આશા છે કે અમને લોકોનું સમર્થન મળશે.


આ પણ વાંચોઃ Mumbai: બિલ્ડિંગના 18માં માળે લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત


ભાજપે બેરોજગારો માટે શું કર્યું?
પ્રિયંકાએ ભારપૂર્વક કહ્યું કે આ સરકારે બેરોજગાર યુવાનો માટે શું કર્યું છે? ચૂંટણી આવે છે ત્યારે કહેવાય છે કે 25 લાખ નોકરીઓ અપાશે, શું ક્યારેય ખુલાસો થયો છે કે રોજગાર ક્યાંથી આવશે? અમે કહ્યું કે અમે 20 લાખ નોકરીઓ આપીશું, અમે હવામાં કહ્યું નહીં. અમે સંપૂર્ણ મેનિફેસ્ટો બહાર લાવ્યા છીએ. પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, મને આશા છે કે અમે જે પણ જાહેરાત કરી છે, લોકો તેને વાંચશે અને સમજશે.


માયાવતી પર બોલ્યા પ્રિયંકા ગાંધી
તો બીએસપી પ્રમુખ માયાવતી પર વાત કરતા તેમણે કહ્યું કે, હું તે જોઈને ચોંકી ગઈ છું કે તે ચૂંટણી દરમિયાન શાંત છે. ચૂંટણી આવી ગઈ પરંતુ તે સક્રિય નથી. તેમણે કહ્યું કે, બની શકે તેમના પર ભાજપ સરકારનો દબાવ હોય. પાંચ ચૂંટણી રાજ્યો અને અન્ય રાજ્યોમાં તેમની ભૂમિકા વિશે પૂછવા પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેમણે અસમ અને ગોવામાં ચૂંટણી પ્રચાર કર્યો છે. તેમણે કહ્યું કે, જે મારી પાર્ટી મને કહે છે તે કરૂ છું. તે પૂછવા પર કે શું યૂપીમાં કોંગ્રેસની ગઠબંધનની વાર્તા સફળ ન રહી અને શું અન્ય રાજ્યોમાં પોતાના દમ પર ચૂંટણી લડવાનું મોડલ હશે?


આ પણ વાંચોઃ Goa Election: મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે ભાજપનો સાથ છોડ્યો, ટિકિટ ન મળતા લીધો નિર્ણય  


ગઠબંધન પર પ્રિયંકા ગાંધીએ કહ્યું
પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે કે પોતાના દમ પર ચૂંટણી લડવી કોંગ્રેસ માટે ગતિશીલ નીતિ નહીં ગોય. તેમણે કહ્યું કે, હું ઉત્તર પ્રદેશ માટે બોલી શકુ છું. અમે 2017માં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. આ પહેલાં અમે બીએસપી સાથે ગઠબંધન કર્યું હતું પરંતુ અત્યાર સુધી કોઈ પાર્ટી સાથે ગઠબંધન ન થતાં અમે એકલા ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube