Goa Election: મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે ભાજપનો સાથ છોડ્યો, ટિકિટ ન મળતા લીધો નિર્ણય
ગોવા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ટિકિટ ન મળતા ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. મહત્વનું છે કે ઉત્પલે થોડા દિવસ પહેલા પણજી વિધાનસભા ક્ષેત્રથી અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે ઉત્પલને ભાજપ દ્વારા સતત મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ તે પાર્ટી દ્વારા પણજીથી ટિકિટ ન મળવાથી નારાજ હતો.
ભાજપે કહ્યું- મનોહર પાર્રિકર હોત તો આમ ન થાત
પણજી સીટથી ભાજપના ઉમેદવાર અતાનાસિયો મોનસેરેટે શુક્રવારે કહ્યુ કે, પાર્ટીએ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને કોઈપણ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડાવવાની વિનંતી કરતા મનાવવાનો પ્રયાસ કર્યો. મોનસેરેટે કહ્યુ, પાર્ટીએ તેને મનાવવાના તમામ પ્રયાસ કર્યા છે. મને વિશ્વાસ છે કગે જો તેમના પિતા મનોહર પર્રિકર જીવતા હોય તો તે આ વાત ક્યારેય થવા દેત નહીં.
ટિકિટ ન મળવાથી હતો નારાજ
ભાજપે ગુરૂવારે ગોવા વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની યાદી જાહેર કગરી હતી. જેમાં પાર્ટીએ ઉત્પલને ટિકિટ આપી નહીં. ઉત્પલ પણજી વિધાનસભા સીટથી ટિકિટ માંગી રહ્યો હતો.
ભાજપે બે સીટથી ચૂંટણી લડવાની રજૂઆત કરી હતી
મહત્વનું છે કે ભાજપે ઉત્પલ પર્રિકરને બે સીટોથી ચૂંટણી લડવાની રજૂઆત કરી હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ સંબંધમાં કહ્યુ કે, પાર્ટીના રાષ્ટ્રીય નેતા ઉત્પલના સંપર્કમાં છે.
શિવસેના આપી શકે છે સમર્થન
શિવનેસાએ આ પહેલા કહ્યુ હતુ કે જો ઉત્પલ અપક્ષ ચૂંટણી લડી રહ્યો છે તો તે તેનું સમર્થન કરશે. શિવસેનાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા મોનસેરેટે કહ્યુ કે, ગોવામાં શિવસેનાનો કોઈ આધાર નથી. તેમણે પહેલા પણ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું પરંતુ ગોવામાં કોઈ સફળતા મળી નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે