યૂપી BJP પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને તમિલનાડુના રાજ્યપાલ કોરોનાથી સંક્રમિત
ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ સિવાય તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ સિવાય તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પુરોહિત રાજભવનના 87 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ આઇસોલેશનમાં હતા.
યૂપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે ટ્વીટ કરીને કહ્યું- મને કોરોનાના શરૂઆતી લક્ષણ જોવા મળી રહ્યાં હતા, જેના કારણે મેં મારી કોવિડ-19ની તપાસ કરાવી. તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા બધા લોકોને મારી વિનંતી છે કે તે ગાઇડલાઇન અનુસાર સ્વયંને ક્વોરેન્ટાઇન કરી લે અને જરૂર પડે તો ટેસ્ટ કરાવે.
બીસીજી વેક્સિનથી ધીમી થઈ જાય છે કોરોના ઇન્ફેક્શનની ગતી, નવા અભ્યાસમાં દાવો
ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યુ કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ જાણકારી આપી હતી. શાહે કહ્યુ કે, શરૂઆતી લક્ષણ દેખાયા બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે લોકોને વિનંતી કરી છે કે જે પણ છેલ્લા થોડા દિવસથી સંપર્કમાં આવ્યા હોવ, તે ખુદને આઇસોલેટ કરીને પોતાની તપાસ કરાવે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube