યોગી બોલ્યા- વિપક્ષ જોઈ રહ્યું છે UPમા તોફાનોનું સપનું, આંતરરાષ્ટ્રીય ફન્ડિંગથી ષડયંત્ર
હાથરસ મુદ્દા પર યૂપીના સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, વિપક્ષ પ્રદેશમાં તોફાનો જોવા ઈચ્છે છે. પરંતુ ભાજપ કાર્યકર્તાઓએ દેશ પ્રત્યે ખુદને સમર્પિત કરવામાં આગળ વધવુ જોઈએ.
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવુ છે કે અસામાજીક અને રાષ્ટ્ર વિરોધી તત્વો યૂપીનો વિકાસ સ્વીકાર કરી રહ્યાં નથી. તેથી તે ષડયંત્ર રચી રહ્યાં છે. યોગીએ ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે, તે દેશના વિકાસ માટે ખુદને સમર્પિત કરે.
યોગીનું કહેવુ હતું, અમારા વિરોધી આંતરરાષ્ટ્રીય ફન્ડિંગ દ્વારા જાતિ અને સંપ્રદાય પર આધારિત તોફાનોનો પાયો નાખીને અમારી વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યાં છે. પાછલા એક સપ્તાહથી વિપક્ષી દળો તોફાનો જોવા ઈચ્છે છે. પરંતુ અમારે બધા ષડયંત્રો વચ્ચે આગળ વધવાની જરૂર છે. યોગીએ વિપક્ષી પાર્ટીઓ પર આરોપ લગાવ્યો કે, યૂપીને તે યૂપીમાં તોફાનો થતાં જોવા ઈચ્છે છે.
એક વેબસાઇટ દ્વારા ષડયંત્ર
આ પહેલા સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, સુરક્ષા એજન્સીઓએ વિરોધ પ્રદર્શનની આડમાં પ્રદેશમાં જાતિય તોફાનો ભડકાવવા અને યોગી આદિત્યનાથની છબી ખરાબ કરવાના મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. સરકાર અુસાર વેબસાઇટને ઇસ્લામિક દેશોથી ફન્ડિંગ મળી રહ્યું હતું. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સંસ્થાથી તેના કનેક્શન પર તપાસ કરવામાં આવી રહી છે.
હાથરસ પહોંચેલા સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી, પરિવારને મળ્યા બાદ યોગી સરકારને ઘેરી
સાઇટ દ્વારા લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ
સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા એજન્સીઓએ http://justiceforhathrasvictim.carrd.co/ નામની એક વેબસાઇટ પકડી છે. તેના પર પોલીસથી બચવા અને વિરોધ કરવાની રીતની જાણકારી આપવામાં આવી રહી હતી. સાથે અપીલ કરવામાં આવી રહી હતી કે લોકો વધુ સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થાય. તેમાં તે નિર્દેશ આપવામાં આવી રહ્યાં હતા કે તોફાનો ભડકાવવા પર ટિયરગેસથી અને ધરપકડથી કઈ રીતે બચવું.
દેશને જાતીય હિંસામાં ધકેલવાનો હતો પ્લાન!
સૂત્રોનું કહેવું છે કે હાથરસ મામલાની આડમાં એમનેસ્ટી ઈન્ટરનેશનલ સરકાર સાથે બદલો લેવાની ફિરાકમાં હતી. જેણે હાલમાં જ ભારતમાં કામકાજ સમેટ્યું છે. કારણ કે સરકારે વિદેશી ફંડ વિશે મળેલી ગેરરીતિની જાણકારી મળ્યા બાદ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા. એટલું જ નહીં હાથરસમાં હિંસા ફેલાવવા માટે ઈસ્લામિક દેશોથી વિપુલ પ્રમાણમાં ધન આવ્યું હતું.
J&K: પંપોરમાં CRPFની ટુકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ
સૌથી ડરામણી વાત એ છે કે હિંસા ફેલાવવાની રીતમાં ફેરફાર. સૂત્રોનું માનીએ તો હાથરસના નામે સમગ્ર દેશને જાતીય હિંસાની આગમાં હોમવાની કોશિશ માટે માત્ર વેબસાઈટ બનાવવામાં આવી એટલું જ નહીં પરંતુ તેમાં કયા પ્રકારે હુમલો કરવાનો છે, તેની પણ જાણકારી આપવામાં આવી હતી. તેમાં માસ્ક લગાવીને હુમલો કરવો અને વહીવટીતંત્રના અધિકારીઓને પ્રદર્શન દરમિયાન નિશાન બનાવવાની વાત કરાઈ હતી.
હાથરસના નામ પર હિંસા ફેલાવવાની મહત્વની કડીઓ
- ષડયંત્રમાં PFI, SDPI, યુપીના માફિયાઓની મિલીભગત
- જાણીજોઈને પીડિત યુવતી સંબંધિત અફવાઓ ફેલાવવામાં આવી
- તોફાનો ભડકાવવા માટે ફોટોશોપનો ઉપયોગ કરાયો.
- ચંડીગઢના કેસની તસવીરનો ઉપયોગ થયો.
- અત્યાર સુધીની તપાસમાં કેટલીક ઓડિયો ટેપ પણ મળી
- ઓડિયો ટેપમાં રાજનીતક પક્ષ-પત્રકારનો અવાજ
- ઓડિયો ટેપને ફોરેન્સિક તપાસ માટે મોકલાઈ
- પીડિત પરિવારને ભડકાવવા માટે થયું મોટું ફંડિંગ
- પીડિત પરિવારને 50 લાખ-એક કરોડની અપાઈ લાલચ
- ઓડિયો ટેપમાં એક મહિલા પત્રકારની વાત પણ સામેલ
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube