હાથરસ પહોંચેલા સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી, પરિવારને મળ્યા બાદ યોગી સરકારને ઘેરી


જ્યારથી હાથરસમાં રાજનેતાઓને જવાની એન્ટ્રી મળી છે, ત્યારથી ઘણી પાર્ટીઓના પ્રતિનિધિ પહોંચ્યા છે. સોમવારે અહીં આપ નેતા સંજય સિંહ પહોંચ્યા હતા. 

હાથરસ પહોંચેલા સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી, પરિવારને મળ્યા બાદ યોગી સરકારને ઘેરી

હાથરસઃ હાથરસ કાંડને લઈને સતત રાજકીય હલચલ જારી છે. સોમવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. સંજય સિંહે મુલાકાત બાદ કહ્યુ કે, પરિવારજનો ડરેલા છે, ગામને છાવણી બનાવી દેવામાં આવ્યું છે. સાથે તેમણે સીબીઆઈ તપાસને લઈને સવાલ ઉઠાવ્યા હતા. 

સંજય સિંહ જ્યારે પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ બહાર નિકળ્યા તો તેમના પર શાહી ફેંકવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હંગામો કર્યો હતો. તો આપ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. 

આપ નેતા સંજય સિંહે કહ્યુ કે, અહીં પર કોઈપણ વ્યક્તિને આવવા દેવામાં આવતા નથી. બધાને ડંડા મારવામાં આવી રહ્યાં છે. યોગીજી શું કહેવા ઈચ્છે છે, તે પોતાને ચોકીદાર કહે છે. આપ નેતાએ આરોપ લગાવ્યો કે, ઉત્તર પ્રદેશની સરકાર દોષિતોને બચાવવામાં લાગેલી છે. 

संजय सिंह जी पर जो स्याही फेंकी गई है उसी स्याही से योगी के काले कारनामों का काला इतिहास लिखा जाएगा। pic.twitter.com/lLAuiCVzzf

— Aam Aadmi Party- Uttar Pradesh (@AAPUttarPradesh) October 5, 2020

સંજય સિંહે કહ્યુ કે, 22 સપ્ટેમ્બરનો રિપોર્ટ જુઓ તો જેમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું હતું કે પુત્રી સાથે રેપ થયો છે. સાથે તેમણે કહ્યું કે, યુવતીનું નિવેદન માનવું જોઈએ કારણ કે પોતાનો જીવ ગુમાવ્યા પહેલા તેણે આરોપીઓના નામ જણાવ્યા, તેના પર કાર્યવાહી કરવી જોઈએ. 

આપ નેતાએ કહ્યું કે, સીબીઆઈએ કેસને ટેકઓવર પણ કર્યો નથી, આ માત્ર અને માત્ર ઉત્તર પ્રદેશ સરકારની નિવેદનબાજી છે. 

J&K: પંપોરમાં CRPFની ટુકડી પર આતંકી હુમલો, 2 જવાન શહીદ

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે, ભાજપ તોફાનોની વાત કરી રહી છે, આ તો ભાજપની જન્મસિદ્ધ માગ છે. તોફાનો ફેલાવવા અને જાતિવાદ ફેલાવવાનું કામ ભાજપ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news