નવી દિલ્હી/લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની એઇમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. યૂપી સરકારે તેમના મોતની પુષ્ટિ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂપીના એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ) અવનીશ અવસ્થીએ જણાવ્યું, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પિતાનું આજે સવારે 10 કલાક 44 મિનિટ પર નિધન થયું છે. અમે તેમના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. 


ઉત્તરાખંડના પૌડી જિલ્લાના યમકેશ્વરના ગામ પંચૂર નિવાસી આનંદ સિંહ બિષ્ટ (89)ની પાછલા મહિને તબિયત ખરાબ થતા તેમને સારવાર મટે દિલ્હી એઇમ્સ લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને એબી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ગૈસ્ટ્રો વિભાગના ડોક્ટર વિનીત આહૂજાની ટીમ તેમની સારવાર કરી રહી હતી. રવિવારે અચાનક તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી.


આનંદ સિંહ બિષ્ટને લાંબા સમયથી લીવર અને કિડનીની સમસ્યા હતી. ડોક્ટરોએ તેમનું ડાયલિસિસ પણ કર્યું હતું. પૌડીમાં તબીયત ખરાબ થયા બાદ તેમને જોલીગ્રાન્ટના હિમાલયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિમાં સુધાર ન થવાથી તેમને એર એમ્બ્યુલન્સમાં દિલ્હીથી લાવવામાં આવ્યા હતા. યૂપી સીએમના પિતા ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેન્જર હતા. તેઓ 1991માં નિવૃત થઈ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...