નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ  (Akhilesh Yadav)ના યૂપી વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ આગામી એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણી લડશે નહીં. તમને જણાવી દઈએ કે યૂપીમાં આગામી વર્ષની શરૂઆતમાં જ વિધાનસભા ચૂંટણી થનાર છે, જેની તૈયારીઓમાં તમામ પાર્ટીઓ લાગી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, સમાજવાદી પાર્ટીના મીડિયા કંસલ્ટેંટ આશીષ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું છે કે અખિલેશ વિધાનસભા ચૂંટણી લડશે કે નહીં તેનો અંતિમ નિર્ણય પાર્ટી લેશે.


એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અખિલેશ યાદવે એ પણ જણાવ્યું કે યુપી ચૂંટણી 2022 માટે તેમની અને રાષ્ટ્રીય લોકદળ (RLD) વચ્ચે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. માત્ર બેઠકો વિશે વાત કરવાની બાકી છે. અખિલેશે કહ્યું, 'RLD  સાથે અમારું ગઠબંધન નિશ્ચિત થઈ ગયું છે. બધી સીટ શેરિંગ થવી જોઈએ. અખિલેશનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે RLDના જયંત ચૌધરીએ રવિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેના કારણે યુપીમાં ગઠબંધનના સમીકરણ બદલવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.


અત્રે નોધનીય છે કે, અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ સીટથી સાંસદ છે. આ સાથે તેઓ UPમાં સમાજવાદી પાર્ટીના CM તરીકેનો ચહેરો પણ છે.


શું ચાચા શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (PSPL) વિધાનસભા ચૂંટણીમાં SP સાથે જોડાઈ શકે છે? આ સવાલ પર અખિલેશે કહ્યું, 'મને આનાથી કોઈ વાંધો નથી. તેને અને તેમના સાથીઓને યોગ્ય સન્માન આપવામાં આવશે.


અખિલેશ યાદવ રવિવારે આપેલા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. જેમાં તેમણે મોહમ્મદ અલી ઝીણાને ગાંધી-નેહરુ અને પટેલની જેમ સ્વતંત્રતા સેનાની ગણાવ્યા હતા. આ અંગે ભાજપે તેમને ઘેર્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે પટેલની જિન્ના સાથે સરખામણીને શરમજનક ગણાવી હતી અને અખિલેશને માફી માંગવા કહ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube