લખનઉ: યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આઝાદ સમાજ પાર્ટીએ યુપી વિધાનસભા ચૂંટણીમાં સપાને સમર્થન નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે અખિલેશ યાદવે મારું અપમાન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રશેખર આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે અખિલેશ યાદવને દલિતોની જરૂર નથી. તેઓ માત્ર ઈચ્છે છે કે દલિત તેમને જ મત આપે પરંતુ તેઓ દલિતોને નેતા બનવા દેશે નહીં. મારી પાર્ટી સપા સાથે ગઠબંધન નહીં કરે.


Army Day કેમ મનાવવામાં આવે છે અને શું છે તેનું મહત્વ? જાણો આ દિવસ સાથે જોડાયેલા રોચક તથ્ય


તેમણે વધુમાં જણાવ્યું છે કે અખિલેશ યાદવ બીજેપી જેવું વર્તન કરી રહ્યા છે. માત્ર વાતો કરી રહ્યા છે. જે રીતે સીએમ યોગી દલિતના ઘરે ભોજન જમીને નાટક કરી રહ્યા છે, તેવી રીતે સપા કરી રહી છે. અમે ભાજપને રોકવા માટે ગઠબંધન કરવા માંગતા હતા. મને લાગે છે કે અખિલેશ યાદવને સામાજિક ન્યાયનો અર્થ ખબર નથી.


ભારતમાં કોરોનાનો ધડાકો, રેકોર્ડ ગતિએ કોરોનાના કેસ થઈ રહ્યા છે ડબલ, ચિંતા વધારી!


ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે હું કાંશીરામના સિદ્ધાંતોનું પાલન કરું છું. નેતાજીને સીએમ બનાવતી વખતે કાંશીરામની સાથે છેતરપિંડી થઈ હતી. હજુ સુધી અખિલેશની સરકાર પણ બની નથી. હું નથી ઈચ્છતો કે આવી સરકારમાં જોડાયા પછી હું મારા લોકોનો અવાજ ઉઠાવી શકુ નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube