લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી: 3ના મોત, અનેક લોકો દટાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Wazir Hasanganj Road: બીજી તરફ આ દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. આ દુર્ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.
Lucknow Building Collapses: ઉત્તર પ્રદેશના લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે જ SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ભૂકંપના કારણે આ ઈમારત ધરાશાયી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વજીર હસન રોડ પર બની હતી અને ઈમારત જૂની હોવાનું કહેવાય છે.
અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
આ પણ વાંચો: રહસ્યમય મંદિરની ખૌફનાક કહાની: શાપિત કિરાડૂ મંદિરમાં સાંજ પછી જતા ડરે છે લોકો
આ પણ વાંચો: 'ઉજડે ચમન' કોઇ કહે તે પહેલાં અપનાવો આ ટિપ્સ, કાળા અને લાંબા થશે વાળ
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અકસ્માતની ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ દુર્ઘટના અંગે ડેપ્યુટી સીએમએ કહ્યું કે, ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. SDRF, NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે, અત્યાર સુધીમાં 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
લોકોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે લખનૌની તમામ હોસ્પિટલો એલર્ટ પર છે, એક ચાર માળનું મકાન અચાનક ધરાશાયી થયું છે. તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, વધુને વધુ એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવવામાં આવી છે, હજુ પણ 20થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube