નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા વચ્ચે થયેલા મહાગઠબંધનમાં હવે અજિત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક દલ (RLD)ને પણ પ્રવેશ મળી ગયો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર 3 બેઠક પર સહમતિ સધાઈ ગઈ છે, પરંતુ ચોથી બેઠક મુદ્દે પેચ ફસાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી પાર્ટી દ્વારા બાગપત, મથુરાની સાથે મુઝફ્ફરનગર બેઠક આરએલડીને આપવાની તૈયારી દર્શાવાઈ છે, પરંતુ હાથરની બેઠક આપવા સપા તૈયાર નથી. આરએલડી આ બેઠકની પણ માગ કરી રહી છે. આ ઉપરાંત કૈરાના બેઠક મુદ્દે પણ હજુ સહમતિ સધાઈ નથી. આરલડીની માગ છે, પરંતુ સપા તૈયાર નથી. 


રાષ્ટ્રપતિ દ્વારા સંજીવ ખન્ના અને દિનેશ માહેશ્વરીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે નિમણૂક


જયંત ચૌધરી લખનઉમાં અખિલેશ સાથે મુલાકાત કર્યા બાદ હવે દિલ્હી આવી પહોંચ્યા છે. શક્ય છે કે, હવે તેઓ આ મુદ્દે માયાવતીને મળશે. બીએસપી પ્રમુખ પણ આ ગઠબંધનને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે. 


કેરાના સીટની શા માટે માગ
અહીં તેના ચૂંટણી ચિન્હ પર અત્યારે સપાના સાંસદ ચૂંટાયેલા છે. આથી તે આ સીટ પોતાની પાસે રાખવા માગે છે. જોકે, એસપી આ બેઠક આપવા તૈયાર નથી. 


પૂર્વ CMએ આપ્યું BJPમાંથી રાજીનામું, કહ્યું- 'પાર્ટી માત્ર સત્તા મેળવવાનું પ્લેટફોર્મ બની ગઈ છે'


જાટ વોટ માટે થયું ગઠબંધન
એવું કહેવાય છે કે, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જાટ વોટ પર અત્યારે પણ અજિત સિંહની મજબૂત પકડ છે. બે પેટાચૂંટણીમાં આ વાત સાબિત થઈ ગઈ છે. આથી અખિલેશે યાદવ આ સીટો આપીને તેમની પાર્ટીને મહાગઠબંધનમાં સામેલ કરવા માગે છે. 


દેશના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...