UP: મંત્રીજીનો બફાટ, કહ્યું- `100 ટકા ક્રાઈમ રોકવાની ગેરંટી તો ભગવાન રામ પણ નહતા આપી શક્યા`
ઉન્નાવ (Unnao) માં એક દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશના કેસમાં પાંચ આરોપીઓની આજે ધરપકડ થઈ. આ બાજુ પીડિતા (Victim) ને હવે સારવાર માટે લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવાઈ રહી છે. આ બધા વચ્ચે યુપીમાં યોગી સરકારના મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહે(Ranvendra Pratap Singh) એક અજીબોગરીબ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે.
લખનઉ: ઉન્નાવ (Unnao) માં એક દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકવાની કોશિશના કેસમાં પાંચ આરોપીઓની આજે ધરપકડ થઈ. આ બાજુ પીડિતા (Victim) ને હવે સારવાર માટે લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવાઈ રહી છે. આ બધા વચ્ચે યુપીમાં યોગી સરકારના મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહે(Ranvendra Pratap Singh) એક અજીબોગરીબ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના વીડિયો મુજબ મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે રેપના રોજ આવા જ મામલા સામે આવી રહ્યાં છે તો જવાબ આપતા તેમણે કહ્યું કે "જ્યારે સમાજ છે, તો સમાજમાં એવું કહેવું કે 100 ટકા ક્રાઈમ નહીં થાય, એ શ્યોરિટી મને નથી લાગતું કે ભગવાન રામ પણ આપી શક્યા હશે."
ઉન્નાવ: 90% દાઝી ગયેલી દુષ્કર્મ પીડિતાએ એક કિમી સુધી ચાલીને લગાવી હતી મદદ માટે ગુહાર
મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહ દુષ્કર્મ (Rape) ના મામલાઓ પર કરાયેલા સવાલના જવાબ આપી રહ્યાં હતાં. રાજ્ય સરકારમાં મંત્રી એવા રણવેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે ધુન્ની સિંહે કહ્યું કે સમાજમાં અપરાધ રોકવાની ગેરંટીથી ખુબ ભગવાન રામ પણ નથી આપી શક્યાં. તેમણે કહ્યું કે "જ્યારે સમાજ છે, તો સમાજમાં એવું કહેવું કે 100 ટકા ક્રાઈમ નહીં થાય, એ શ્યોરિટી મને નથી લાગતું કે ભગવાન રામ પણ આપી શક્યા હશે. પરંતુ એ શ્યોરિટી જરૂર છે કે ક્રાઈમ થયો છે તો આરોપી જેલ જરૂર જશે અને તેને કડકમાં કડક સજા મળશે. એ નક્કી છે." અત્રે જણાવવાનું કે યુપીના ઉન્નાવમાં કેરોસિન છાંટીને દુષ્કર્મ પીડિતાને બાળી મૂકવાની હિચકારી ઘટનામાં પીડિતા 90 ટકા સુધી દાઝી ગઈ છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર છે.
ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકનારા 5 આરોપીઓને પોલીસે દબોચ્યા, યુવતી 90 ટકા દાઝી ગઈ
5 આરોપીઓની ધરપકડ
પોલીસનું કહેવું છે કે પીડિતાને બાળી મૂકવાના મામલે હરિશંકર ત્રિવેદી, રામકિશોર ત્રિવેદી, ઉમેશ વાજપેયી તથા રેપના આરોપી શિવમ દ્વિવેદી અને શુભમ દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મ પીડિતાને બાળી મૂકવાના મામલે પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ બાજુ ભાગેડુ રહેલા મુખ્ય આરોપી શિવમ દ્વિવેદીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ મામલે તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ બાજુ પીડિતાનું કહેવું છે કે આરોપી પક્ષ તેમના પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો છે. જેને લઈને આરોપીઓએ મારી નાખવાની ધમકી સુદ્ધા આપી.
હૈદરાબાદ બાદ હવે ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી, સ્થિતિ ગંભીર
શું છે મામલો?
વાત જાણે એમ છે કે ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હિન્દુનગરમાં રહેતી યુવતીએ આ વર્ષે માર્ચમાં બે લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરીને જેલમામં મોકલ્યા હતાં. આ કેસ મામલે યુવતી ગુરુવારે કેસની પેરવી માટે રાયબરેલી જઈ રહી હતી. રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા નીકળેલી યુવતીને ગામની બહાર ખેતરમાં જ આરોપીઓએ પકડી લીધી. ત્યારબાદ આરોપીઓએ પીડિતા પર કેરોસિન છાંટીને આગ લગાવી. કહેવાય છે કે દુષ્કર્મના આરોપીઓ જામીન પર બહાર આવ્યાં હતાં.
આ VIDEO પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube