ખાખીનો રોફ `દિવ્યાંગ` પર? પોલીસ કોન્સ્ટેબલે નજીવા કારણસર દિવ્યાંગને ઢોર માર માર્યો, VIDEO વાયરલ
ખાખીના નશામાં ચૂર પોલીસકર્મીએ એક દિવ્યાંગ રિક્ષાચાલકને સાવ નજીવા કારણસર ગર્ભવતી પત્નીની સામે જ ઢોર માર માર્યો.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ જિલ્લામાં ખાખી વર્દીના નશામાં ચૂર સૌરિખ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ કિરન પાલે જાહેરમાં એક ઈ-રિક્ષાચાલકને માત્ર એટલા માટે ઢોર માર માર્યો કારણ કે તે ત્યાંથી રિક્ષા જલદી હટાવી શક્યો નહીં. કોન્સ્ટેબલે વર્દીનો રોફ જમાવતા પહેલા તો દિવ્યાંગ રિક્ષાચાલકને જાહેરમાં લાતો મારીને ધોઈ નાખ્યો અને પછી તેને ખુબ માર મારી ઢસડીને પોલીસ સ્ટેશન લઈ ગયો.
J&Kને મોદી સરકારે આપી વિશેષ ભેટ, 1,350 કરોડનું આર્થિક પેકેજ પણ મંજૂર
પતિની આ રીતે પિટાઈ થતા જોઈને દિવ્યાંગ રિક્ષાચાલકની પત્ની રોતી કકળતી રહી અને કોન્સ્ટેબલ પાસે પતિને છોડી મૂકવાની ગુહાર લગાવતી રહી. પરંતુ સિપાઈને જરાય દયા ન આવી. ઘાયલ દિવ્યાંગ રિક્ષાચલક પોલીસ ચોકીમાં કલાકો સુધી કણસતો રહ્યો. એસપીને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે આ મામલો ગંભીરતાથી લેતા આરક્ષી સિપાઈને લાઈન હાજર કરવાનો આદેશ આપ્યો અને મામલો યોગ્ય જણાતા સિપાઈને સસ્પેન્ડ કરી દીધો.
વધુ વિગતો માટે જુઓ VIDEO
NIAને બંગાળ અને કેરળમાં મળી મોટી સફળતા, અલ-કાયદાના 9 સંદિગ્ધ આતંકી પકડાયા
પછી તો કોન્સ્ટેબલે જાહેરમાં જ દિવ્યાંગની મારપીટ શરૂ કરી દીધી. પતિને આ રીતે મારતા જોઈને પત્ની હાથ જોડીને કોન્સ્ટેબલ આગળ છોડવા માટે ગુહાર લગાવતી રહી. પીટાઈ બાદ કોન્સ્ટેબલ દિવ્યાંગને ઢસડીને સ્ટેશન લઈ ગયો. ધક્કો મારીને જમીન પર પટકી દીધો.
ખેડૂતો માટે 'સુરક્ષા કવચ' કહેવાતા બિલ પર આખરે કેમ ખેલાઈ રહ્યું છે રાજકારણ?
આ દરમિયાન સ્ટેશન પ્રભારી વિજય વર્મા અને અન્ય પોલીસકર્મી ચૂપચાપ જોતા રહ્યાં. દિવ્યાંગના મોઢામાંથી લોહી નીકળતું હતું અને તે તડપી રહ્યો હતો. એસપીએ આ કેસને ગંભીરતાથી લેતા આરક્ષી સિપાઈને લાઈન હાજર કર્યા બાદ સસ્પેન્ડ કરી દીધો. જ્યારે દિવ્યાંગ રિક્ષાચાલકનું મેડિકલ કરાવવામાં આવ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube