લખનઉ: લખનઉથી પ્રયાગરાજ જઇ રહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને ઉત્તર પ્રદેશ પોલીસે એરપોર્ટ પર અટકાવ્યા છે. મંગળવારે અખિલેશ યાદવ લખનઉ એરપોર્ટથી પ્રયાગરાજ જવા માટે રવાના થવાના હતા. પરંતુ તેમને રસ્તામાં જ તેમને અટકાવવામાં આવ્યા છે. અખિલેશ યાદવ અલાહાબાદ યૂનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યાં હતા. જોકે અત્યાર સુધી આ વાતની જાણકારી મળી નથી કે અખિલેશ યાદવને યૂપી પોલીસે કયા કારણોસર અટકાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ફોન, શિવસેનાએ ગઠબંધન માટે 1995ના ફોર્મ્યૂલા પર મુક્યો ભાર


અખિલેશને દર્શાવી નારજગી
લખનઉ એરપોર્ટ પર અટકાવવામાં આવતા અખિલેશ યાદવે નારાજગી વ્યક્ત કરી છે. અખિલેશ યાદવે કહ્યું કે રાજ્યની સરકાર એટલી ડરી રહી છે કે મને લખનઉ અરપોર્ટ પર જ અટકાવવામાં આવી રહ્યો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...