અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ફોન, શિવસેનાએ ગઠબંધન માટે 1995ના ફોર્મ્યૂલા પર મુક્યો ભાર

શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના 1995ના ફોર્મ્યૂલો ઇચ્છે છે. જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધન પહેલી વખત સત્તામાં આવ્યું હતું.

Ketan Panchal - | Updated: Feb 12, 2019, 11:26 AM IST
અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ફોન, શિવસેનાએ ગઠબંધન માટે 1995ના ફોર્મ્યૂલા પર મુક્યો ભાર

મુંબઇ: ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી છે. આગામી લોકસભા ચૂંટણીને લઇને આ વાતચીત કરવામાં આવી છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને સ્પષ્ટ પણ કહ્યું કે લોકસભા બેઠક શેરિંગની વાત ત્યારે જ આગળ વધશે જ્યારે તે પહેલા વિધાનસભા ચૂંટણી માટે સીટ શેરિંગનો ફોર્મ્યૂલો નક્કી થશે.

વધુમાં વાંચો: બિકાનેર પ્રોપર્ટી કેસ: આજે જયપુરમાં રોબર્ટ વાડ્રા અને તેમની માતા મૌરીનથી પૂછપરછ કરશે ED

1995નો ફોર્મ્યૂલો
સૂત્રોનું માનીએ તો શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના 1995ના ફોર્મ્યૂલો ઇચ્છે છે. જ્યારે શિવસેના-ભાજપ ગઠબંધન પહેલી વખત સત્તામાં આવ્યું હતું. તે સમયે શિવસેનાએ 168 અને ભાજપે 116 જગ્યાઓ પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, ગત ચૂંટણીમાં આ ફોર્મ્યૂલો હમેશાં બદલાતો રહ્યો છે. પરંતુ આ વખતે શિવસેનાના લક્ષણ બળવાખોરીના છે.

વધુમાં વાંચો: દિલ્હી: કરોલબાગની હોટલમાં લાગી ભીષણ આગ, 17 લોકોના મોત

વર્તમાન પરિસ્થિતિ
આજની વિધાનસભામાં ભાજપ પાસે 122 સભ્યો છે અને શિવસેનાના 63 સભ્યો છે. બંને અલગ-અલગ ચૂંઠણી લડ્યા હતા. ત્યાર બાદ હમેશાની જેમ હિન્દુત્વના મુદ્દા પર સાથે આવ્યા છે. પરંતુ શિવસેના, ભાજપની સામે બળવાખોરી લક્ષણ દેખાડી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીક્કા કરી કે, રામ મંદિર મામલે અયોધ્યા જઇ ભાજપને ધર્મસંકટમાં મુકી દીધી છે.

વધુમાં વાંચો: ભૂપેન હજારિકાનાં પુત્રનો ભારત રત્ન લેવાનો ઇન્કાર, ભાઇએ કહ્યું હું સંમત નથી

ભાજપ માટે મુશ્કેલી
ભાજપની વર્તમાન સ્થિતિને જોઇને શિવસેનાની આ જૂના ફોર્મ્યૂલાની માગ પુરી કરવી મુશ્કેલ લાગી રહ્યું છે. શિવસેના વારંવાર ‘એકલા ચલો રે’ના નારા લાગાવી ચૂકી છે. એવામાં રાજ્યમાં હાલની જે સ્થિતિ બની છે તેને જોતા શિવસેનાને સાથે લઇને ચલવાની ભૂમિકા ભાજપની છે.

વધુમાં વાંચો: CBIના પૂર્વ ચીફ નાગેશ્વર રાવે સુપ્રીમ સક્ષમ હાજર થતા પહેલા માંગી માફી

હકિકતમાં શિવસેના રાજ્યમાં મોટા ભાઇની ભૂમિકા નિભાવા માગે છે. એઠલા માટે ક્યારેક એકલા ચૂંટણી લડવાની જાહરેતા, તો ક્યારેક ત્રીજા મોર્ચાના મમતા બેનર્જી અને ચંદ્રબાબૂ નાયડૂના મંચ પર જઇ શિવસેના ભાજપ પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં આ દબાણને ભાજપ કઇ રીતે લેશે, તે જોવાનું રહ્યું.
(દીપક ભાતુસે, ઇનપુસની સાથે)

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...