PM મોદીએ નવું મંત્રાલય બનાવ્યું અને જવાબદારી સોંપી અમિત શાહને, જાણો છો શાં માટે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુબ જ સમજી વિચારીને આ જવાબદારી અમિત શાહને સોંપી છે.
નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તરણ બાદ એક ખાસ ચર્ચા નવા મંત્રાલય ministry of cooperation (સહકાર મંત્રાલય)ની થઈ રહી છે. આ મંત્રાલય નવું બનાવવામાં આવ્યું અને તેની કમાન દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના હાથમાં સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુબ જ સમજી વિચારીને આ જવાબદારી અમિત શાહને સોંપી છે. સહકાર ક્ષેત્રે કામ કરવામાં અમિત શાહ પાસે જૂનો અનુભવ છે અને આ ક્ષેત્ર માટે તેઓ જરાય અજાણ્યા નથી. એક સમસયે સહકાર ક્ષેત્રે ગુજરાતમાં કરાયેલા તેમના કામોને આજે પણ યાદ કરાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે આ એક એવું ક્ષેત્ર છે જેણે તેમને રાજનીતિક રણનીતિ તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ગ્રામીણ વિસ્તારોની સાથે સંબંધ સ્થાપિત કરવાની તેમની શક્તિ અને રાજનીતિક ક્ષમતાનો ફાયદો હવે આ મંત્રાલયને મળશે.
Corona Update: સંક્રમણના કેસમાં સામાન્ય ઘટાડો પણ કોરોનાથી મૃત્યુમાં વધારો, આ બે રાજ્યોએ વધારી ચિંતા
આ રીતે શરૂ થયું જોડાણ
સહકારી ક્ષેત્ર સાથે તેમનું જોડાણ ત્યારે શરૂ થયું જ્યારે અમિત શાહની અમદાવાદ જિલ્લા સહકારી બેંક (એડીસી)ના સૌથી ઓછી વયના અધ્યક્ષ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા. 90ના દાયકાની મધ્યમાં તેમણે 36 વર્ષની ઉંમરે આ ચૂંટણી જીતી. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ ગુજરાત ભાજપ પ્રવક્તા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યમલ વ્યાસે જણાવ્યું કે ગુજરાતમાં શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રના વિકાસમાં અમિત શાહનું ગજબનું યોગદાન હતું. યમલ વ્યાજે જણાવ્યું કે એક વર્ષથી પણ ઓછા સમયમાં અમિતભાઈએ અટલજી (વાજપેયી) અને તત્કાલિન નાણામંત્રી યશવંત સિન્હાને બેંકોને બચાવવા માટે પૂરતા નીતિગત ફેરફારો માટે મનાવવા દિલ્હીની લગભગ 100 વાર યાત્રા કરી હતી.
કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું
2002માં મંત્રી બન્યા બાદ જ્યારે તેમણે એડીસી બેંકનો કાર્યભાર અજય પટેલને સોંપી દીધો તો શાહે ધીરે ધીરે અન્ય જિલ્લા સહકારી બેંકોમાં કામ કર્યું જેની અધ્યક્ષતા સામાન્ય રીતે કોંગ્રેસના નેતા કરતા હતા અને આ વર્ષોમાં તેમાંથી મોટાભાગમાં ભાજપનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. ઈટીને નામ ન છાપવાની શરતે ગુજરાતના એક વરિષ્ઠ ભાજપ કાર્યકરે જણાવ્યું કે શાહને સહકારી સમિતિઓના રાજનીતિક મહત્વનો અહેસાસ જલદી તેમને રાજ્યના ડેરી ક્ષેત્રમાં લઈ ગયો. અહીં પણ તેમના પ્રયત્નોથી સહકારી સમિતિઓ પર ભાજપના ઉમેદવારોની પકડ મજબૂત બની. અહેવાલ મુજબ ગુજરાતના એક ભાજપ પદાધિકારીએ સ્વીકાર્યું કે ડેરી સહકારી સમિતિઓમાં પાર્ટીના પ્રવેશથી ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં ચૂંટણી લાભ થયા જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ હતા.
યુપીમાં અજમાવ્યો આ ફોર્મ્યૂલા
ગુજરાતમાં પોતાના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ અમિત શાહે ઉત્તર પ્રદેશમાં કર્યો. 2014ની લોકસભા ચૂંટણી અગાઉ, આ વિસ્તારોમાંથી જે શીખ મળી તેનો પૂરેપૂરો ઉપયોગ યુપીમાં કર્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ શાહે ઉત્તર પ્રદેશમાં જે ટેક્નિક અપનાવી તે બરાબર એવી જ છે જે તેમણે સહકારી ક્ષેત્ર માટે અપનાવી હતી. પહેલા તેઓ પોતાના લક્ષ્યની ઓળખ કરે છે અને પછી બધુ તેની પાછળ. ચૂંટણી રણનીતિકારોનું માનવું છે કે ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર શાહની પકડની સાથે સાથે આ ક્ષેત્રને સંભાળવામાં તેમનું કૌશલ ગુજરાત જેવા પશ્ચિમી રાજ્યોની સાથે સાથે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપને કામ લાગશે. જ્યાં હવે ચૂંટણીઓ થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube